આ આઇસક્રીમના એક સ્કૂપની કિંમત છે ૫.૨ લાખ રૂપિયા

20 May, 2023 10:20 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

પનીઝ આઇસક્રીમ બ્રૅન્ડ સેલાટોએ રૅર ઇન્ગ્રીડિઅન્ટથી આ ખૂબ સ્પેશ્યલ ડિઝર્ટ તૈયાર કર્યો છે

આઇસક્રીમ

આઇસક્રીમ સૌથી પૉપ્યુલર સમર ડિઝર્ટ છે. ફૂડીઝ જુદી-જુદી ફ્લેવર્સની આઇસક્રીમ ટ્રાય કરતા રહે છે. સામાન્ય રીતે આઇસક્રીમની કિંમત તમામનાં ગજવાંને પરવડી શકે એટલી હોય છે.

જોકે એક જૅપનીઝ કંપનીનો આઇસક્રીમ મોટા ભાગના લોકોને પરવડી શકે એમ નથી. આ કંપની એક આઇસક્રીમ ફ્લેવરને દુનિયાનો સૌથી મોંઘી આઇસક્રીમ ગણાવી રહી છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સના જણાવ્યા અનુસાર સ્કૂપ દીઠ એની કિંમત ૮.૭૩ લાખ જૅપનીઝ યેન (અંદાજે ૫.૨ લાખ રૂપિયા) છે. જૅપનીઝ આઇસક્રીમ બ્રૅન્ડ સેલાટોએ રૅર ઇન્ગ્રીડિઅન્ટથી આ ખૂબ સ્પેશ્યલ ડિઝર્ટ તૈયાર કર્યો છે.

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ અનુસાર આ આઇસક્રીમની કિંમત આટલી વધારે છે તો એનું કારણ એના ઇન્ગ્રીડિઅન્ટ છે. એમાં અલ્બા, ઇટલીના રૅર વાઇટ ટ્રફલ ઇન્ગ્રીડિઅન્ટ છે, જેની કિંમત કિલો દીઠ લગભગ ૧૧.૯ લાખ રૂપિયા છે. એ સિવાય પરમિજિયાનો રેજિયાનો અને સાકે લીઝ જેવાં બીજાં કીમતી ઇન્ગ્રીડિઅન્ટ છે.  

આ કંપનીનો હેતુ સૌથી કીમતી આઇસક્રીમ બનાવવાનો નથી. તેઓ યુરોપિયન અને જૅપનીઝ ઇન્ગ્રીડિઅન્ટના કૉમ્બિનેશનવાળો આઇસક્રીમ બનાવવા ઇચ્છતા હતા.  

આ જૅપનીઝ બ્રૅન્ડના એક કર્મચારીએ જણાવ્યું હતું કે આ આઇસક્રીમ ડેવલપ કરતાં અમને દોઢ વર્ષ લાગ્યું હતું. અનેક ટ્રાયલ કરવામાં આવ્યા બાદ પર્ફેક્ટ સ્વાદ મળ્યો હતો.

offbeat news international news