જપાનના લોકોએ કેમ સ્માઇલ કરવાની ટ્રેઇનિંગ લેવી પડી?

11 May, 2023 12:55 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

રેડિયો પર્સનાલિટીમાંથી ઑન્ટ્રપ્રનર બનનાર કીઇકો કવાનો અત્યારે ઇગાઓઇકુ અને ઇગાઓ ટ્રેનર અસોસિએશન નામની બે કંપની ચલાવે છે

કીઇકો કવાનો

તમે લાફ્ટર સેશન વિશે સાંભળ્યું હશે, પરંતુ જપાનમાં અત્યારે લોકો સ્માઇલ કરવાની ટ્રેઇનિંગ લઈ રહ્યા છે. એનું કારણ કોરોનાની આફ્ટર ઇફેક્ટ છે. અહીંની સરકારે થોડા સમય પહેલાં માસ્ક પહેરવાનો નિયમ હટાવી લીધો છે. જોકે કોરોનાની મહામારીનાં ત્રણ વર્ષ બાદ કેટલાક લોકોને લાગે છે કે તેમણે સ્માઇલ અને ફેશ્યલ એક્સપ્રેશન્સની પ્રૅક્ટિસ કરવાની જરૂર છે. એટલે જ અહીં યોકોહામા સહિત અનેક સિટીઝમાં સ્માઇલ ટ્રેઇનિંગ સેશન્સ ચાલી રહ્યાં છે જ્યાં પાર્ટિસિપન્ટ્સ ઇન્સ્ટ્રક્ટરની સૂચનાને ધ્યાનથી સાંભળે છે અને એ મુજબ જુદી-જુદી રીતે સ્માઇલ કરવા માટે તેમના ફેસના જુદા-જુદા ભાગને હલાવે છે. એ સમયે તેઓ મિરરમાં પોતાની જાતને જુએ છે. રેડિયો પર્સનાલિટીમાંથી ઑન્ટ્રપ્રનર બનનાર કીઇકો કવાનો અત્યારે ઇગાઓઇકુ અને ઇગાઓ ટ્રેનર અસોસિએશન નામની બે કંપની ચલાવે છે. ઇગાઓઇકુ જૅપનીઝ શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘સ્માઇલ એજ્યુકેશન’. કવાનોએ ૪૦૦૦થી વધુ લોકોને સ્માઇલ કરતાં શીખવ્યું છે એટલું જ નહીં, તેમણે ૭૦૦થી વધુ લોકોને સર્ટિફાઇડ ‘સ્માઇલ સ્પેશ્યલિસ્ટ’ બનાવ્યા છે.

offbeat news international news japan tokyo