16 July, 2025 11:45 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
જમ્મુમાં એક સંસ્કૃત મોહલ્લા બનાવવામાં આવ્યો છે અને એનું નામ સુભાષ નગરમાંથી સુભાષ નગરમ કરવામાં આવ્યું
સંસ્કૃત ભાષાને પુનર્જીવિત કરવા જમ્મુમાં એક સંસ્કૃત મોહલ્લા બનાવવામાં આવ્યો છે અને એનું નામ સુભાષ નગરમાંથી સુભાષ નગરમ કરવામાં આવ્યું છે. આ ઉપક્રમમાં લોકોના ઘરની નેમપ્લેટ પરનાં નામ પણ બદલીને સંસ્કૃત વંચાય એ રીતે લખવામાં આવી રહ્યાં છે. એની લિપિ જોકે દેવનાગરી જ રાખવામાં આવી છે.