05 August, 2025 10:43 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
મેક્સિકો
બાળકના જન્મ પછી તેને પ્રાથમિક પોષણ અને બહારનાં અવાંછિત સંક્રમણોથી બચાવવા માટે માના શરીરમાં ખાસ તત્ત્વોવાળું દૂધ તૈયાર થતું હોય છે. બ્રેસ્ટ-ફીડિંગ કરવું એ દરેક બાળકનો અધિકાર છે. જોકે અનેક માન્યતાઓ અને ગેરમાન્યતાઓને કારણે બાળકને માનું દૂધ મળતું નથી. ભારત જેવા દેશમાં જાહેરમાં બાળકને સ્તનપાન કરાવવું એ ટૅબૂ મનાય છે. આવા છોછ દૂર કરીને સ્તનપાન કરાવવામાં આવે એ માટે વિશ્વભરમાં ઑગસ્ટ મહિનાનું પહેલું અઠવાડિયું બ્રેસ્ટ-ફીડિંગ વીક મનાવવામાં આવે છે. મેક્સિકોમાં આ વિશે જાગૃતિ આણવા મમ્મીઓએ જાહેરમાં સ્તનપાન કરાવ્યું હતું.