૨૦૨૩માં ૧૫ અબજ કલાક ભારતીયોએ સર્વિસ સેન્ટરના કૉલને હોલ્ડ કરવા પાછળ બગાડ્યા : ૫૫ અબજ ડૉલરનું આર્થિક નુકસાન

01 August, 2024 11:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કારણસર ૫૫ અબજ ડૉલરનું નુકસાન પણ થયું છે.

પ્રતીકાત્મક તસવીર

ભારતીયોએ ૨૦૨૩માં કૉલ સેન્ટરને ફોન કરીને ફક્ત રાહ જોવામાં ૧૫ અબજ કલાકનો સમય બગાડ્યો છે. આ કારણસર ૫૫ અબજ ડૉલરનું નુકસાન પણ થયું છે. સર્વિસનાઓના કસ્ટમર એક્સ્પીરિયન્સ ઇન્ટેલિજન્સ રિપોર્ટ 2024 મુજબ સામાન્ય વ્યક્તિ એક વર્ષમાં ઍવરેજ ૩૦.૭ કલાક ફક્ત તેની ફરિયાદ નોંધવા અથવા તો તેને જે સમસ્યા નડી રહી છે એ જણાવવા માટે કસ્ટમર કૅર અધિકારી સાથે ફોન પર વાત દરમ્યાન હોલ્ડ કરવા પાછળ ખર્ચ કરે છે. એ વર્ષે ૫૫ અબજ ડૉલર રૂપિયાના નુકસાન બરાબર છે. આ રિસર્ચમાં ૧૮ વર્ષથી વધુની ઉંમરના ૪૫૦૦ માણસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આમાંથી અડધા લોકોનું માનવું છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે ફોન હોલ્ડ પર મૂકવાના સમયમાં ઘણો વધારો થયો છે. સમસ્યાનું સમાધાન મોડું આવતું હોવાથી ઘણા લોકોને તકલીફ પડે છે. આ કારણસર કસ્ટમર સર્વિસના બિઝનેસ પર અસર પડી શકે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા સેલ્ફ-સર્વિસનો ઑપ્શન આવે છે એના દ્વારા ૨૦૨૩માં લગભગ ૬૨ ટકા લોકોના ઇશ્યુ સૉલ્વ થઈ ગયા હતા.

national news india offbeat news life masala