07 May, 2025 11:34 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
બીજા વિશ્વયુદ્ધની ફોલ્ડ થાય એવી પોર્ટેબલ બાઇક
પ્રયાગરાજમાં પપ્પુ બુલેટવાલા નામના માણસ પાસે બીજા વિશ્વયુદ્ધની ફોલ્ડ થાય એવી પોર્ટેબલ બાઇક છે. તેમના પિતાએ હરાજી દરમ્યાન એ બાઇક ૬૦ રૂપિયામાં ખરીદી હતી. ડીઝલથી ચાલતી આ બાઇક ૫૦ કિલોમીટરની ઍવરેજ આપે છે. ભારતમાં આવી એકમાત્ર બાઇક હોવાનો દાવો પપ્પુ બુલેટવાળા કરે છે. તેમનો દાવો છે કે આ પ્રકારની બાઇકનો ઉપયોગ આર્મી દ્વારા કરવામાં આવતો હતો. યુદ્ધ દરમ્યાન ફાઇટર પ્લેનમાંથી નીચે ઊતરીને જમીન પર ટ્રાવેલ કરવા માટે આ બાઇક પ્લેનમાં રાખવામાં આવતી હતી. આ બાઇક બહુ ઓછા લોકોએ જોઈ હશે. આવી બાઇક ભારતમાં માત્ર એક જ છે જે અત્યારે પ્રયાગરાજમાં જોવા મળશે.
બીજી વિશ્વયુદ્ધ દરમ્યાન વપરાયેલી ફોલ્ડ પોર્ટેબલ બાઇક પપ્પુભાઈના પપ્પાએ ઑક્શનમાંથી ખરીદી હતી. એ બાઇક આજે પણ રનિંગ કન્ડિશનમાં છે. એ બાઇકને ફોલ્ડ કરીને તમે કારમાં સાથે લઈ જઈ શકો છો. એનું વજન ૩૨ કિલો જ છે. આ બાઇકનાં ટાયર અમેરિકાથી મગાવેલાં છે. આ બાઇક ૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરી જેવા દેશભક્તિના અવસરો પર જ બહાર કાઢવામાં આવે છે. પપ્પુભાઈ કહ્યું હતું કે લોકો આ બાઇક અમારી પાસેથી ખરીદવા માગે છે, પણ અમે એ વેચીશું નહીં.