સાઇબર ક્રાઇમમાં ભારત દુનિયામાં દસમા ક્રમે

13 April, 2024 01:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રશિયા, યુક્રેન અને ચીનમાં સૌથી વધુ ઑનલાઇન ફ્રૉડ

પ્રતીકાત્મક તસવીર

દુનિયાભરના દેશોમાં સાઇબર ક્રાઇમમાં ભારત ૧૦મા ક્રમે છે. લેટેસ્ટ રિસર્ચ મુજબ ઍડ્વાન્સ ફી પેમેન્ટના નામે સૌથી વધુ ઑનલાઇન ફ્રૉડ થાય છે. સંશોધકોની આંતરરાષ્ટ્રીય ટીમે વર્લ્ડ સાઇબર ક્રાઇમ ઇન્ડેક્સ જારી કર્યો હતો. આ ઇન્ડેક્સમાં ૧૦૦ દેશોનો સમાવેશ છે. આ ઇન્ડેક્સ મુજબ સાઇબર ક્રાઇમની સૌથી વધુ ઘટનાઓ રશિયામાં બને છે. એ પછીના ક્રમે યુક્રેન, ચીન, અમેરિકા, નાઇજીરિયા અને રોમાનિયા છે. નૉર્થ કોરિયા સાતમા, જ્યારે બ્રિટન અને બ્રાઝિલ આઠમા અને નવમા ક્રમે છે. સાઇબર ક્રાઇમના એક્સપર્ટ્સને કેવા પ્રકારનાં ઑનલાઇન ફ્રૉડ સૌથી વધારે થાય છે એ વિશેના સવાલ પૂછવામાં આવ્યા હતા. ફોન કે કમ્પ્યુટરમાં મેલવેર કે રેન્સમવેર દાખલ કરીને ડેટા ચોરી કરવા, પૈસા માગવા જેવાં ઑનલાઇન ફ્રૉડ સૌથી વધારે થાય છે. આ ઇન્ડેક્સ માટે ૨૦૧૨ના માર્ચથી ઑક્ટોબર દરમ્યાન સર્વે કરવામાં આવ્યો હતો. 

cyber crime Crime News india offbeat news national news