28 July, 2025 07:00 AM IST | Thailand | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાઇલૅન્ડમાં ૪૪ વર્ષના થાવીસાક નામવૉન્ગસા નામનો માણસ છૂટાછેડા બાદ હતાશામાં સરી પડ્યો હતો અને પછી એક મહિના સુધી તેણે ફક્ત બિઅર પીધો હતો એથી તેનું મૃત્યુ થયું હતું. આ દેવદાસે પાણી અને યોગ્ય ખોરાક લેવાનું પણ બંધ કરી દીધું હતું, જેના કારણે તેની તબિયત ઝડપથી બગડી ગઈ હતી. તેના ૧૬ વર્ષના પુત્રએ તેને બેભાન અવસ્થામાં શોધી કાઢ્યો હતો અને ઇમર્જન્સી સર્વિસને ફોન કર્યો હતો. ૧૬ જુલાઈએ ડૉક્ટરો તેના ઘરે પહોંચે ત્યાં સુધીમાં તેના હાથ અને પગ બ્લુ થઈ ગયા હતા. હૉસ્પિટલમાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. તેના ઘરમાંથી બિઅરની ૧૦૦થી વધુ ખાલી બૉટલો મળી આવી હતી.