જંગલમાં દીપડાને કોણે શીખવ્યા સૂર્યનમસ્કાર?

29 March, 2023 12:40 PM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

લોકોને આ ક્લિપ ઘણી ગમી છે અને એના પર જાતજાતની પ્રતિક્રિયા પણ આપી છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસ (આઇએફએસ)ના સુસાંતા નંદા સોશ્યલ મીડિયામાં ઘણા ઍક્ટિવ હોય છે અને જાતજાતના વિડિયો મૂકતા હોય છે. તાજેતરમાં તેમણે સોશ્યલ મીડિયામાં એક દીપડાનો વિડિયો મૂક્યો છે, જેમાં એ સવારે ઊઠીને થોડી આળસ મરડીને ઊભો થાય છે. ત્યારે એ સૂર્યનમસ્કાર જેવા યોગનું આસન કરતો હોય એવો પોઝ આપે છે. તેમણે આ ક્લિપને ‘દીપડાના સૂર્યનમસ્કાર’ એવી કૅપ્શન આપી છે. લોકોને આ ક્લિપ ઘણી ગમી છે અને એના પર જાતજાતની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે લખ્યું કે ‘આ લોકોને આ યોગાસન કોણ શીખવે છે? કોઈ યોગ શિક્ષક, યુટ્યુબ કે પુસ્તકો નથી.’ બીજા યુઝરે લખ્યું કે ‘એટલે જ આ દીપડા આટલા ફિટ હોય છે. મારો ડૉગ પણ સાંજે આવું જ કરે છે. આ કોઈ સૂર્યનમસ્કાર નથી, પણ શિકાર પર જવા માટેની તૈયારી છે.’ જંગલમાં વસતાં પ્રાણીઓની હિલચાલ પર નજર રાખવા માટે મૂકવામાં આવેલા છૂપા કૅમેરા દ્વારા આ દૃશ્યો ઝડપવામાં આવ્યાં છે. આ દીપડો લૅન્ડ ઑફ લેપર્ડ નામના રશિયાના નૅશનલ પાર્કમાં રહે છે. 

offbeat news international news russia