ક્રિકેટ બૅટ જેવી ૨૧ ફુટ લાંબી કાર બનાવી કારમૅને

16 December, 2025 11:15 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

આ કારમાં પેટ્રોલ ટૅન્ક, ઇન્ડિકેટર અને બૅક તેમ જ ફ્રન્ટ લાઇન બધું જ ફિટ કરવામાં આવ્યું છે.

બૅટ કાર

હૈદરાબાદના સુધા કાર મ્યુઝિયમમાં તમે કદી કલ્પી પણ ન હોય એવા આકારની ચાલતી ગાડીઓ જોવા મળી જશે. આ મ્યુઝિયમમાં એક વધુ અજાયબીનો ઉમેરો થયો છે. આ વખતે સુધાકર યાદવે ક્રિકેટનું બૅટ કાર તરીકે તૈયાર કર્યું છે. આ બૅટ ૨૧ ફુટ લાંબું છે. બૅટની વચ્ચે એક બખોલ જેવું તૈયાર થયું છે. એની અંદર ડ્રાઇવરની સીટ છે અને અંદર જ એન્જિન પણ છે. આ બૅટ સુધાકર યાદવે ઘણા વખત પહેલાં બનાવ્યું હતું. આ કારમાં પેટ્રોલ ટૅન્ક, ઇન્ડિકેટર અને બૅક તેમ જ ફ્રન્ટ લાઇન બધું જ ફિટ કરવામાં આવ્યું છે. આ કારને રોડ પર ઉતારવામાં આવે તો કલાકની ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે જોકે અત્યારે એને મ્યુઝિયમમાં જ રાખવામાં આવશે. અહીં ક્રિકેટ બૉલના આકારની કાર પણ છે.

offbeat news hyderabad india national news