ભોપાલમાં બકરી ઈદ પર માટીથી બનેલા બકરાનો બલિ ચડાવાયો

05 June, 2025 12:32 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

કાર્યક્રમ માટે પહેલાં કાર્યકર્તાઓએ માટીમાંથી રિયલ સાઇઝના બકરા બનાવીને એને સજાવ્યા હતા. સજાવેલા બકરાઓની પૂજા કરીને પછી એમની કુરબાની આપવામાં આવી હતી

માટીના બકરાનો બલિ ચડાવ્યો

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં બકરી ઈદ પર સંસ્કૃતિ બચાઓ મંચ નામના એક હિન્દુ સંગઠને પશુ બલિ વિરુદ્ધ જાગરૂકતા ફેલાવવા માટે પ્રતીકાત્મક રૂપે માટીના બકરાનો બલિ ચડાવ્યો હતો. આ કાર્યક્રમ માટે પહેલાં કાર્યકર્તાઓએ માટીમાંથી રિયલ સાઇઝના બકરા બનાવીને એને સજાવ્યા હતા. સજાવેલા બકરાઓની પૂજા કરીને પછી એમની કુરબાની આપવામાં આવી હતી.

madhya pradesh bhopal bakri eid islam religion national news news offbeat news