28 October, 2025 01:24 PM IST | Himachal Pradesh | Gujarati Mid-day Correspondent
બન્નેએ લગ્નનાં ૭ વચનોની આપ-લે કરી હતી
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના કલોગ ગામમાં વિનોદકુમાર અને સુનીલકુમાર નામના બે ભાઈઓનાં ૨૫ ઑક્ટોબરે લગ્ન થયાં હતાં. આ લગ્ન એટલા માટે અનોખાં હતાં કેમ કે લગ્નવિધિ કરાવવા માટે અહીં કોઈ મંત્ર પઢનાર પંડિત નહોતો, ન અગ્નિની સાક્ષી. અગ્નિ ન હોવાથી ૭ ફેરા પણ નહોતા લેવાયા. એમ છતાં બન્નેએ લગ્નનાં ૭ વચનોની આપ-લે કરી હતી. એ માટે ભારતના સંવિધાનને સાક્ષી રાખીને વૈવાહિક પરંપરાઓ નિભાવવામાં આવી હતી.