ગાયના તેરમા પર ૧૧ ગામોને આમંત્રણ અપાયું અને ૬૫૦ કિલો રસગુલ્લાનો પ્રસાદ વહેંચાયો

17 July, 2026 02:53 PM IST  |  Sonipat | Gujarati Mid-day Correspondent

હરિયાણાના સોનીપત જિલ્લામાં મંજિત નામના ભાઈને ત્યાં ‘નંદિની’ નામની એક ગાય મૃત્યુ પામી. ૭ જુલાઈએ મૃત્યુ પામેલી પ્રિય ગાયના અંતિમ સંસ્કાર પૂરા વિધિવિધાન સાથે થયા અને પછી તેરમાની ધાર્મિક પરંપરામાં ૧૧ ગામોના લોકોને ભોજન માટે નિમંત્રણ અપાયુ.

ગાયના તેરમા પર ૧૧ ગામોને આમંત્રણ અપાયું અને ૬૫૦ કિલો રસગુલ્લાનો પ્રસાદ વહેંચાયો

હરિયાણાના સોનીપત જિલ્લાના તિહાડ ખુર્દ ગામમાં મંજિત નામના ભાઈને ત્યાં ‘નંદિની’ નામની એક ગાય મૃત્યુ પામી. ૭ જુલાઈએ મૃત્યુ પામેલી પ્રિય ગાયના અંતિમ સંસ્કાર પૂરા વિધિવિધાન સાથે થયા અને પછી તેરમાની ધાર્મિક પરંપરામાં ૧૧ ગામોના લોકોને ભોજન માટે નિમંત્રણ આપવામાં આવ્યું. હવન-યજ્ઞ, ગૌ-આરતીની સાથે ૧૧ ગામોના લોકો માટે મહાભોજ-સમારંભ રાખવામાં આવ્યો જેમાં પૂરી-સબ્ઝીની સાથે રસગુલ્લાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો. પરિવારજનોનું કહેવું છે કે નંદિનીને હલવા-પૂરી પસંદ નહોતાં એટલે ભંડારામાં હલવો બનાવવાને બદલે રસગુલ્લા રાખવામાં આવ્યા હતા. તમામ ગ્રામજનોને પૂરાં પડી રહે એ માટે ૬૫૦ કિલો રસગુલ્લા વહેંચવામાં આવ્યા હતા. નંદિની ૧૮ વર્ષથી આ પરિવાર સાથે હતી.

haryana hinduism religion offbeat news news national news