13 May, 2026 11:59 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
પત્નીનો ડર લાગતો હોય એવા કેટલાય વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થતા હોય છે. જોકે હરિયાણાના આ કાર-ડ્રાઇવરે તો હદ કરી દીધી હતી. કારના બૅક ગ્લાસ પર ડિજિટલ સ્ટ્રિપમાં જ મેસેજ મૂકી દીધો કે ‘કીપ ડિસ્ટન્સ, ગાડી લગેગી તો બીવી પીટેગી’. ગાડી ઠોકાવા કરતાં પણ પત્નીનો ડર વધુ હોવાની સાચેસાચી વાત આ ભાઈએ હિંમતથી કહી દીધી હતી.
આ વાઇરલ વિડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અનેક લોકોએ કમેન્ટ્સમાં લખ્યું છે કે ‘આને કહેવાય સાચો ખૌફ.’ તો વળી કેટલાક યુઝર્સ આ દૃશ્યને ઘર-ઘરની કહાની ગણાવી રહ્યા છે. ઍક્સિડન્ટ થવાથી બચવા માટેની આ ટ્રિકથી પ્રભાવિત થઈને અન્ય લોકો પણ આવી ટ્રિક અપનાવે તો નવાઈ નહીં.