03 May, 2025 01:48 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં એક અનોખાં લગ્નનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. બ્યાવરા ગામના આદિત્યનાં લગ્ન નક્કી થયેલાં. જોકે લગ્ન પહેલાં જ દુલ્હનને ટાઇફૉઇડ થતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી. લગ્નના નિશ્ચિત દિવસે દુલ્હન માંડવે આવી શકે એમ નહોતી એટલે આદિત્ય ઘોડી પર ચડીને વરઘોડો લઈને હૉસ્પિટલમાં પહોંચી ગયો હતો. તેનું કહેવું હતું કે જ્યાં મારી દુલ્હન ત્યાં જ મારો મંડપ. બૅન્ડવાજાં અને વરઘોડો લઈને હૉસ્પિટલ પહોંચેલા આદિત્યએ દુલ્હનને ગોદમાં ઉઠાવી લીધી હતી અને ગણ્યાગાંઠ્યા સંબંધીઓ અને ડૉક્ટર-નર્સની હાજરીમાં જ સાત ફેરા લઈ લીધા હતા.