02 August, 2024 10:02 AM IST | China | Gujarati Mid-day Correspondent
જોઈ લો ભાવપત્ર
હેડિંગ વાંચીને આશ્ચર્ય થયું કે લાલચ જાગી! કશો વાંધો નહીં, નહીં કહેતા, પણ તમે જે વાંચ્યું છે એ સાચું છે. આપણે ત્યાં રસ્તા પર દાઢી કરાવવાનો, વડાપાઉં ખાવાનો કે ઈવન જમવાનો, ખરીદી કરવાનો ટ્રેન્ડ હોય છે; પરંતુ ચીનમાં ‘અહીં ભાડેથી પ્રેમ મળશે’ એવો બિઝનેસનો વિચિત્ર ટ્રેન્ડ શરૂ થયો છે. ત્યાં યુવતીઓ ‘સ્ટ્રીટ ગર્લફ્રેન્ડ’ બનીને રસ્તા પર ભાડૂતી પ્રેમ વેચવા બેસે છે. કાયદેસર ભાવ પણ નક્કી થયા છે. હા, આના ભાડૂત બનવા માટે ૧૮ વર્ષ કે એથી મોટી ઉંમરના હોવું જરૂરી છે.
સ્વાભાવિક રીતે જ ચીનમાં સ્ટ્રીટ ગર્લફ્રેન્ડની ‘સેવા’ લેવા પડાપડી થઈ રહી છે. ખાસ કરીને એકાકી યુવાનો માટે એકલતા દૂર કરવાનું હાથવગું હથિયાર બની છે. આ યુવતીઓએ જુદી-જુદી સર્વિસ અને એ પ્રમાણે એના ભાવ નક્કી કર્યા છે; જેમ કે આ યુવતીને કોઈએ ગળે મળવું હોય તો ૧ યુઆન એટલે કે આપણા ૧૧ રૂપિયા ચૂકવવા પડે. એવી જ રીતે સ્ટ્રીટ ગર્લફ્રેન્ડને કિસ કરવી હોય તો ૧૫ યુઆન એટલે કે ૧૧૫ રૂપિયા ચૂકવીને કિસ કરી શકાય. સ્ટ્રીટ ગર્લફ્રેન્ડ આ સિવાયની સેવાઓ પણ આપે છે. જેમ કે ફિલ્મ જોવા લઈ જવી હોય તો ૧૫ યુઆન, ઘરે લઈ જવી હોય અને ઘરકામમાં મદદ કરાવવી હોય તો ૨૦ યુઆન (આપણે ત્યાં આવો ટ્રેન્ડ શરૂ થાય તો આ છોકરીઓ રામાઓનો ધંધો બેસાડી દે! આ તો એક વિચાર આવ્યો) અને ૪૦ યુઆન એટલે કે ૪૬૧ રૂપિયા આપીને તમે સ્ટ્રીટ ગર્લફ્રેન્ડ સાથે ડ્રિન્ક્સ પણ લઈ શકો છો.