17 September, 2023 08:45 AM IST | Massachusetts | Gujarati Mid-day Correspondent
૧૩ વર્ષનો સૌથી ઊંચો બળદ તેના માલિક સાથે
૧.૮૭ મીટર એટલે કે ૬ ફુટ ૧ ઇંચનો ટોમી કોઈ સામાન્ય બળદ નથી, એ તો ૧૩ વર્ષનો સૌથી ઊંચો બળદ છે. ટોમી માત્ર એક દિવસનો હતો ત્યારથી પરિવાર સાથે રહે છે. ટોમીના માલિક ફ્રેડ બાલવેન્ડરની પુત્રી લૌરી ક્યુવાસ કહે છે કે એ ફક્ત મોટો થતો જાય છે. તેણે ૨૦૨૧માં એક વિશાળ ડેરી ફાર્મમાંથી ટોમી નામનો બળદ ખરીદ્યો હતો જેથી એને હરાજીમાંથી બચાવી શકાય. લૌરીએ જણાવ્યું કે ‘ટોમીનું નામ ઇંગ્લૅન્ડ ફુટબૉલ ટીમના ચાહક ટૉમ બ્રૅડ પરથી પાડવામાં આવ્યું છે. લોકો સતત ટોમીને ખાતો જોઈને એની મજાક ઉડાડતા હોય છે. જોકે લૌરી કહે છે કે એ પાળેલો છે અને મર્યા પછી એને ફાર્મમાં દાટવામાં આવશે. એના મોટા કદ અને શિંગડાં હોવા છતાં લૌરી કહે છે કે એ એક વિશાળ અને શાંત પ્રાણી છે અને શાંત સ્વભાવ ધરાવે છે. એ લોકોને પ્રેમ કરે છે, ખાસ કરીને બાળકો જ્યારે આવે ત્યારે એનું માથું નીચે લઈ જાય છે જેથી તેઓ એને વહાલ કરી શકે.’