23 June, 2025 06:55 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
લખનઉમાં અચાનક ૧૦૯૦ ચૌરાહા તરીકે જાણીતા ફેમસ સ્પૉટ પર એક વિશાળ દૂધી મુકાઈ ગઈ
શહેરના ચાર રસ્તા પર કંઈક નવું પૂતળું મુકાય અને જો એ કોઈ મહાનુભાવનું પણ હોય તોય ખાસ બહુ નજર નથી પડતી. જોકે લખનઉમાં અચાનક ૧૦૯૦ ચૌરાહા તરીકે જાણીતા ફેમસ સ્પૉટ પર એક વિશાળ દૂધી મુકાઈ ગઈ હતી. સર્કલ પર સ્ટૅચ્યુની જગ્યાએ દૂધી જોઈને સૌને કુતૂહલ થયું હતું.
કોણે આ દૂધી મૂકી અને કેમ મૂકી? એ સવાલનો જવાબ છે નવી આવી રહેલી વેબસિરીઝ પંચાયતની નવી સીઝનની પબ્લિસિટી. નીના ગુપ્તા અભિનીત પંચાયતની નવી સીઝનમાં હવે પ્રધાનજી જે ચૂંટણીમાં ઊભા રહેવાના છે એમાં દૂધી તેમનું ચૂંટણીચિહન છે.