25 May, 2024 02:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌસ શેખ
મહારાષ્ટ્રના લાતુર જિલ્લાનો ૧૭ વર્ષનો ગૌસ શેખ અનેક વિદ્યાથીઓ માટે જીવંત પ્રેરણા બની રહ્યો છે. જન્મથી જ તેને બન્ને હાથ નથી એમ છતાં ભણવાની ખૂબ ધગશ ધરાવતા આ કિશોરે બારમા ધોરણની પરીક્ષા આપી છે એટલું જ નહીં, તેણે પેપર લખવા માટે હેલ્પરની મદદ લેવાની પણ ના પાડી દીધી હતી. તેણે મોં અને પગની આંગળીની મદદથી વાંકા વળીને એક્ઝામ આપી હતી અને ૭૮ ટકા સાથે ઉત્તીર્ણ થયો હતો. જોકે કિશોરનું કહેવું છે કે આ કંઈ તેની મંજિલ નથી, તેને તો ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઑફિસર બનવું છે.
ખબર છે તમને?
અપૂરતી ઊંઘને કારણે માથાનો દુખાવો, એકાગ્રતાનો અભાવ, ચીડચીડિયાપણું અને નિર્ણયશક્તિમાં ઘટાડો થઈ શકે છે. ન્યુ દિલ્હીની AIIMS હૉસ્પિટલના ન્યુરોલૉજિસ્ટોનું કહેવું છે કે તમે એક કલાકની ઊંઘ ગુમાવો તો એની માઠી અસરમાંથી રિકવર કરતાં શરીરને ચાર દિવસ લાગે છે.