ટેસ્ટી ઇલેક્ટ્રિક કાર

18 March, 2023 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિસન્ટલી ફ્રેન્ચ-સ્વિસ પેસ્ટ્રી શેફ અમોરે ગુઇચોએ ‘ચૉકલેટ ઇલેક્ટ્રિક કાર’ તૈયાર કરવાનો એક વિડિયો શૅર કર્યો હતો

ટેસ્ટી ઇલેક્ટ્રિક કાર

સોશ્યલ મીડિયા પર ઇન્ટરેસ્ટિંગ રેસિપી તૈયાર કરતા બ્લૉગર્સ અને શેફ્સના અનેક વિડિયો છે. રિસન્ટલી ફ્રેન્ચ-સ્વિસ પેસ્ટ્રી શેફ અમોરે ગુઇચોએ ‘ચૉકલેટ ઇલેક્ટ્રિક કાર’ તૈયાર કરવાનો એક વિડિયો શૅર કર્યો હતો. તેમણે તેમના ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર આ વિડિયો શૅર કર્યો હતો અને એ વાઇરલ થઈ રહ્યો છે.

આ વિડિયોમાં તેમણે ચૉકલેટ ઇલેક્ટ્રિક કાર કેવી રીતે તૈયાર કરવામાં આવી હતી એ રજૂ કર્યું હતું. આ શેફે આ ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે જુદી-જુદી ટેક્નિક અને ચૉકલેટની વરાઇટીનો ઉપયોગ કર્યો હતો. નાનામાં નાની વિગત પ્રત્યે તેમણે ધ્યાન આપ્યું હતું. ઑટોમોબાઇલ કંપની હ્યુન્દાઇએ આ પોસ્ટ પર રીઍક્ટ કરતાં લખ્યું હતું કે ‘હવે એ સ્વીટ રાઇડ છે.’

offbeat news viral videos