કોઈ સ્ટાર ગ્રહને ગળી જાય ત્યારે શું થાય?

05 May, 2023 12:54 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

આ રિસર્ચર્સે આપણી પોતાની મિલ્કી વે ગૅલૅક્સીથી ૧૨,૦૦૦ પ્રકાશ વર્ષ દૂર એક ગ્રહને ગળી જતા એક સ્ટારને ઑબ્ઝર્વ કર્યો હતો.

ગ્રહને ગળી જતો સ્ટાર

જ્યારે કોઈ સ્ટાર કોઈ ગ્રહને ગળી જાય ત્યારે શું થાય? કોઈએ અત્યાર સુધી એ ઘટનાને ઑબ્ઝર્વ ન કરી હોવાથી ચોક્કસ રીતે કોઈ કહી ન શકે, પણ હાર્વર્ડ ઍન્ડ સ્મિથસોનિયન સેન્ટર ફૉર ઍસ્ટ્રોફિઝિક્સ, ધ મૅસેચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી, કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી અને અન્ય ઇન્સ્ટિટ્યૂટ્સના રિસર્ચર્સનો સ્ટડી સાયન્ટિફિક જર્નલ ‘નેચર’માં પબ્લિશ થયો હતો. એમાં એક સ્ટાર કેવી રીતે એક ગ્રહને ગળી જાય છે એ ઘટના વર્ણવવામાં આવી છે.

આ રિસર્ચર્સે આપણી પોતાની મિલ્કી વે ગૅલૅક્સીથી ૧૨,૦૦૦ પ્રકાશ વર્ષ દૂર એક ગ્રહને ગળી જતા એક સ્ટારને ઑબ્ઝર્વ કર્યો હતો. આ રિસર્ચર્સે નાસાના ઇન્ફ્રારેડ સ્પેસ ટેલિસ્કોપ નિયોવાઇઝ, પલોમર વેધશાળા તેમ જ હવાઈમાં કેક વેધશાળામાંથી નવા ડેટાના સ્ટડીના આધારે આ રિસર્ચ કર્યું હતું.

આ પણ વાંચો : ઑર્કેસ્ટ્રાના કાર્યક્રમ દરમ્યાન યુવતીએ અનુભવી પરાકાષ્ઠા

રિસર્ચર મૉર્ગન મૅક્‍‍લિયોડે કહ્યું કે ‘મોટા ભાગના પ્લૅનેટની આખરે આવી જ સ્થિતિ થશે. કોઈ સ્ટારનો અંત આવે એ પહેલાં એ ફૂલી જવાની શરૂઆત થાય છે અને એની ઓરિજિનલ સાઇઝથી દસ લાખ ગણું એનું કદ વધી જાય છે અને એની પહોંચમાં આવતી દરેક વસ્તુને એ ગળી જાય છે. આપણો સૂર્ય પણ આખરે ફુગ્ગાની જેમ ફૂલી જશે, સૌપ્રથમ એ બુધ, શુક્ર અને એ પછી પૃથ્વીને ગળી જશે. જોકે અત્યારે ડરવાની જરૂર નથી, કેમ કે હજી પાંચ અબજ વર્ષ પછી એવું થશે.

london international news offbeat news