ફેમસ થવાની લાયમાં જીવતો કરચલો ગળી લેતાં જીવ ગયો

16 February, 2026 02:18 PM IST  |  Philippines | Gujarati Mid-day Correspondent

ફિલિપીન્સમાં મૅન્ગ્રોવ્સના જંગલમાં હાથમાં ચમકીલા કરચલાને બતાડતી એમા નામની ફૂડ-ઇન્ફ્લુએન્સરને ખબર નહોતી કે કંઈક અળવીતરું કરીને ફેમસ થવાની લાય તેને મોતના મોંમાં ધકેલી દેશે. એમા ફિલિપીન્સના અંતરિયાળ વિસ્તારોમાંથી છીપલાં અને કરચલા એકઠા કરવા ગઈ હતી.

ફેમસ થવાની લાયમાં જીવતો કરચલો ગળી લેતાં જીવ ગયો

ફિલિપીન્સમાં મૅન્ગ્રોવ્સના જંગલમાં હાથમાં ચમકીલા કરચલાને બતાડતી એમા નામની ફૂડ-ઇન્ફ્લુએન્સરને ખબર નહોતી કે કંઈક અળવીતરું કરીને ફેમસ થવાની લાય તેને મોતના મોંમાં ધકેલી દેશે. એમા ફિલિપીન્સના અંતરિયાળ વિસ્તારોમાંથી છીપલાં અને કરચલા એકઠા કરવા ગઈ હતી. તેને ચમકીલો ડૅવિલ ક્રૅબ ગળ્યો હતો. આ કરચલો ખૂબ જ ડેન્જરસ હોય છે. એમાં રહેલાં કેટલાંક ન્યુરોટૉક્સિન દ્રવ્યો નર્વસ સિસ્ટમ પર ઝેર જેવું કામ કરે છે. એમાબહેને આ કરચલાને ખાવાનો સ્ટન્ટ કર્યો હતો અને એનો વિડિયો પણ બનાવ્યો. જોકે એ પછી થોડા જ કલાકોમાં તેની તબિયત બગડવા લાગી. ઊલટી, ચક્કર અને શ્વાસ લેવામાં તકલીફ થવાની શરૂ થઈ ગઈ. પરિવાર તરત જ તેને હૉસ્પિટલમાં લઈ ગયો, પરંતુ કરચલાનું ઝેર લોહીમાં ભળી જવાથી આખા શરીરમાં ફેલાઈ ચૂક્યું હતું. ચોથી ફેબ્રુઆરીએ સાંજે તેણે સ્ટન્ટ કર્યો અને છઠ્ઠી ફેબ્રુઆરીએ તેનો જીવ જતો રહ્યો.

philippines international news world news food news offbeat news