26 December, 2025 05:29 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
૧ બાઇક પર પાંચ યુવાનોની સવારી, પોલીસે ૩૧,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો
ઉત્તર પ્રદેશના હાપુડમાં નૅશનલ હાઇવે નંબર નાઇન પર એક જ મોટરસાઇકલ પર પાંચ યુવાનો બેસીને સફર કરી રહ્યા હોય એવું જોવા મળ્યું હતું. પાંચેપાંચ પુખ્ત હોવાથી સીટ પર સામાન્ય રીતે સમાય એમ નહોતા. એક યુવાન બાઇકના ફુટ રેસ્ટ પર પગ મૂકીને લટકતો હતો જ્યારે પાછળ બેઠેલા યુવાને તેને પકડી રાખ્યો હતો. આ ખૂબ જોખમી સ્ટન્ટ હતો. જોકે આવા સ્ટન્ટનો વિડિયો બનાવવાનો અભરખો તેમને ભારે પડ્યો. તેમની પાછળના એક બાઇકરે તેમના આ સ્ટન્ટનો વિડિયો બનાવ્યો અને સ્થાનિક ટ્રાફિક-પોલીસને મોકલી આપ્યો હતો. પિલખુવા પોલીસે ટ્રાફિક-નિયમ તોડવાનો કેસ નોંધ્યો અને લાપરવાહીથી બાઇક ચલાવવા બલદ ૩૧,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.