હાર્લી ડેવિડસનની મોંઘી બાઇકનો ઉપયોગ દૂધની ડિલિવરી માટે

07 January, 2023 09:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સવારના પહોરમાં દૂધવાળો દૂધની ડિલિવરી કરવા આવે એ લગભગ દરેક સોસાયટીમાં જોવા મળતું સામાન્ય દૃશ્ય છે

હાર્લી ડેવિડસનની મોંઘી બાઇકનો ઉપયોગ દૂધની ડિલિવરી માટે


સવારના પહોરમાં દૂધવાળો દૂધની ડિલિવરી કરવા આવે એ લગભગ દરેક સોસાયટીમાં જોવા મળતું સામાન્ય દૃશ્ય છે. હવે કલ્પના કરો કે દૂધ વેચવા આવનાર વ્યક્તિ કોઈ એવી મોંઘી કાર કે બાઇક પર સવાર થઈને આવતો હોય જેનાં તમે સપનાં જોયાં હોય. વાતની કલ્પના પણ કરવી શક્ય નથીને? 
હાલમાં સોશ્યલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પ્લૅટફૉર્મ પર એક વિડિયો-ક્લિપ ફરતી થઈ છે, જેમાં એક વ્યક્તિ મોંઘી હાર્લી ડેવિડસનની બાઇક પર સવાર થઈને દૂધની ડિલિવરી કરી રહ્યો છે. તે બ્લુ હુડી પહેરીને બાઇક પર બન્ને બાજુએ બે મેટલનાં બનેલાં મિલ્ક-કૅન ભરાવીને વિવિધ વિસ્તારમાં ફરીને દૂધની ડિલિવરી કરી રહ્યો છે. આ વ્યક્તિ ક્યાંનો છે એની કોઈ જાણકારી નથી, કેમ કે તેની બાઇકની પાછળ રિજસ્ટ્રેશન-નંબરને બદલે ‘ગુજ્જર’ લખેલું છે. નેટિઝન્સ આશ્ચર્યમાં છે કે કઈ રીતે યોગ્ય નંબર-પ્લેટ વિના તે રસ્તા પર બાઇક ચલાવી રહ્યો છે. 

offbeat news