મેળામાં રમકડાં વેચી રહેલા પિતાનો પગ પકડીને સૂઈ ગયેલા ભૂલકાને જોઈને ભલભલા પીગળી ગયા

09 January, 2026 12:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીકરો પણ જાણે એ સમજતો હોય એમ કોઈ જીદ કર્યા વિના પગ પકડીને સુકૂનથી ઊંઘી ગયો છે. આ ઘટના ક્યાંની છે એ ખબર નથી.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

ગરીબી માણસને કેવી રીતે જવાબદાર અને સમજદાર બનાવી દે છે એનો વિડિયો સોશ્યલ મીડિયા પર ફરી રહ્યો છે જે ભલભલાને ઇમોશનલ કરી રહ્યો છે. એક મેળામાં યુવાન પિતા છાબડીમાં રમકડાં ભરીને વેચી રહ્યો છે. તેનો ચાર-પાંચ વર્ષનો દીકરો તેની પાસે ઊભો રહીને મદદ કરી રહ્યો છે અને બીજો નાનો દીકરો પિતાના પગ પકડીને બેઠાં-બેઠાં જ સૂઈ ગયો છે. ચોમેર ભીડની અવરજવર છે એટલે રમકડાં વેચીને પરિવાર માટે બે પૈસા કમાવા પિતા મહેનત કરી રહ્યો છે અને દીકરો પણ જાણે એ સમજતો હોય એમ કોઈ જીદ કર્યા વિના પગ પકડીને સુકૂનથી ઊંઘી ગયો છે. આ ઘટના ક્યાંની છે એ ખબર નથી.

national news india social media viral videos offbeat news