✕

આ ટ્‍‌વિનબહેનોનું ૭૦ ટકા શરીર રંગાયેલું છે છૂંદણાંથી

21 November, 2026 12:02 PM IST  |  Los Angeles | Gujarati Mid-day Correspondent

આ બહેનોનું નામ છે એલેના અને ઍલાઇન ગાલિયાનો.

લૉસ ઍન્જલસમાં રહેતી પેટૂનિયા ટ્‍‌વિન્સ તરીકે જાણીતી બહેનો

જર્મનીના એક નાના ગામમાં જન્મેલી અને અમેરિકાના લૉસ ઍન્જલસમાં રહેતી પેટૂનિયા ટ્‍‌વિન્સ તરીકે જાણીતી બહેનો તેમના ટૅટૂપ્રેમને કારણે વર્લ્ડ ફેમસ થઈ ગઈ છે. આ બહેનોનું નામ છે એલેના અને ઍલાઇન ગાલિયાનો. તેમના શરીરનો ૭૦ ટકા હિસ્સો ટૅટૂથી રંગાઈ ચૂક્યો હોવાથી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં સૌથી વધુ ટૅટૂ ધરાવતી ટ્‍‌વિનબહેનોનો રેકૉર્ડ તેમના નામે થયો છે. પેટૂનિયા ટ્‍‌વિન્સઇન્ક નામનો સ્ટુડિયો ચલાવતી આ બહેનોએ જ્યારે છૂંદણાં છૂંદાવવાનો બિઝનેસ શરૂ કર્યો ત્યારે તેમની મમ્મીએ સ્પષ્ટ કહી દીધું હતું કે તમે બીજાને ટૅટૂ બનાવી આપો એ ચાલશે, પણ તમારા શરીર પર એકેય છૂંદણું હોવું જોઈએ નહીં. થોડાંક વર્ષો તો બહેનોએ મમ્મીની વાત માની, પણ પછી તેમણે એક-એક ટૅટૂ શરીરે છૂંદાવવા માટે મમ્મીને મનાવી લીધી. માએ એક વાર હા પાડી એ પછી આ બહેનોએ દર મહિને એક ટૅટૂ એકબીજાના શરીરે છૂંદવાનું શરૂ કરી દીધું. હજીયે આ સિલસિલો ચાલુ જ છે એટલે આવનારાં વર્ષોમાં તેમનું શરીર પૂરેપરું ટૅટૂની ઇન્કથી લથબથ થઈ ગયું હોય એવું બની શકે છે.

social media los angeles gujarati mid day offbeat news united states of america international news