લગ્નમાં મહેમાનો પાસે ટ્રૅફિક-સેફ્ટીનું વચન સંસ્કૃતમાં લેવડાવ્યું

06 May, 2025 02:19 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

આમ તો ડૉ. સ્નેહનાં લગ્ન ૧૦ મેએ છે, પણ એ કંકોતરીમાં તેણે જે રોડ-સેફ્ટીના નિયમોનું પાલન કરવાનું વચન લખ્યું છે

પ્રતીકાત્મક તસવીર

બિહારના ભાગલપુરમાં જાણીતા પીડિયાટ્રિશ્યન ડૉ. અજય સિંહની દીકરી ડૉ. સ્નેહ ક્રિતી પ્રાચીનાં લગ્નની કંકોતરી આજકાલ બહુ વાઇરલ થઈ છે. આમ તો ડૉ. સ્નેહનાં લગ્ન ૧૦ મેએ છે, પણ એ કંકોતરીમાં તેણે જે રોડ-સેફ્ટીના નિયમોનું પાલન કરવાનું વચન લખ્યું છે એ લોકોને બહુ ગમ્યું છે. લગ્નનાં ૭ વચનો ઉપરાંત ડૉ. સ્નેહે મહેમાનો પાસે આઠમું વચન માગ્યું છે. સંસ્કૃત અને હિન્દી એમ બન્ને ભાષામાં એ વચન લખેલું છે, ‘કૃપયા વયમ્ પ્રતિજ્ઞામ્ કુરુત યદાપિ વાહનમ ચલિષ્યામઃ સર્વમ્ ટ્રૅફિક નિયમાન્ અનુસરિષ્યામઃ’ મતલબ કે વાહન ચલાવતી વખતે ટ્રાફિકના દરેક નિયમો પાળીશું. આ નિયમમાંથી કેટલાક ખાસ નિયમોનો પણ એમાં ઉલ્લેખ છે; જેમ કે હું હેલ્મેટ પહેરીશ અને સીટ-બેલ્ટ બાંધીશ, વાહનની સ્પીડ કાબૂમાં રાખીશ અને ઓવરટેક કરતી વખતે ધ્યાન રાખીશ અને વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ નહીં કરું.

national news india bihar offbeat news viral videos