સોશ્યલ મીડિયા પર મળેલા પેશન્ટના ઘરે ડૉક્ટરે દવા સાથે મોકલ્યાં ફળ

23 May, 2023 02:13 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અત્યાર સુધી આ પોસ્ટને ૩,૧૫,૦૦૦ વ્યુઝ અને ૧૮૦૦ લાઇક્સ મળ્યા છે.

સોશ્યલ મીડિયા પર મળેલા પેશન્ટના ઘરે ડૉક્ટરે દવા સાથે મોકલ્યાં ફળ

કહેવાય છે કે સારા લોકોથી જ દુનિયા ટકી રહી છે. આવી જ એક ઘટનાની વાત હાલમાં સોશ્યલ મીડિયામાં ચર્ચાઈ રહી છે. આર્યાંશ નામના એક ટ્વિટર-યુઝરે નેટિઝન્સ સાથે એક ઘટનાની ચર્ચા કરી છે, જેમાં સોશ્યલ મીડિયા પર એક ડૉક્ટર સાથે તેની ઓળખાણ થઈ હતી. તેણે પોતાની તકલીફ વિશે ડૉક્ટરને જણાવતાં તેમણે દવા લખી આપી અને એને માટે ફળ અને હેલ્થ પ્રોડક્ટ્સનો ઑર્ડર પણ આપ્યો હતો.

કમનસીબે ડૉક્ટરની સદ્ભાવના તેના પેશન્ટ સુધી પહોંચી ન શકી, કેમ કે ડૉક્ટરથી એક ચૂક થઈ ગઈ હતી, ડિલિવરી ઍડ્રેસમાં તેઓ તેના પેશન્ટનું ઍડ્રેસ લખવાનું ભૂલી ગયા હતા અને પોતાના ઘરનું ઍડ્રેસ લખી નાખ્યું હતું. પોતાની ભૂલનો અહેસાસ તેમને ત્યારે થયો જ્યારે ડિલિવરી-બૉય તેમના જ ઘરે ડિલિવરી લઈને આવ્યો હતો. ટ‍્‍વિટર પર અપલોડ કરાયેલી આ સ્ટોરીને ઘણા પ્રતિભાવ મળ્યા છે. ઘણાએ ડૉક્ટરની પ્રશંસા કરી છે. અત્યાર સુધી આ પોસ્ટને ૩,૧૫,૦૦૦ વ્યુઝ અને ૧૮૦૦ લાઇક્સ મળ્યા છે.

offbeat news international news washington