04 August, 2026 06:10 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
કાવડિયાએ રાવણવેશે કરી પદયાત્રા
શ્રાવણના પહેલા સોમવારે શિવમંદિરોમાં જબરી ભીડ ઊમટી રહી છે. સાથે જ કાવડ યાત્રા પણ પુરજોશમાં ચાલી રહી છે. હરિદ્વારથી મુઝફ્ફરનગર અને છેક દિલ્હી સુધી શિવભક્તોની પદયાત્રા જોવા મળે છે. એમાં એક કાવડિયો રાવણવેશે પદયાત્રા કરી રહ્યો છે. માથા પર મુકુટ, કપાળ પર ત્રિપુંડ, ગળામાં રુદ્રાક્ષ, હાથમાં ત્રિશૂળ અને લંકેશ જેવી મોટી મૂછોમાં આ કાવડિયો હરિદ્વારથી ગંગાજળ લઈને દિલ્હીના બુરાડી સુધીની પદયાત્રા કરી રહ્યો છે.