પોતાના અંતિમ સંસ્કારમાં હેલિકૉપ્ટરથી ગુલાબની પાંદડીઓ સાથે ડૉલરની પણ વર્ષા કરવાની ઇચ્છા પરિવારે પૂરી કરી

02 July, 2025 02:36 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ડૅરેલે આખી જિંદગી જેને જે જોઈએ એ છૂટા હાથે આપવાનું કામ કર્યું હતું એટલે તેના વિસ્તારમાં તે દરિયાદિલ માણસ તરીકે ઓળખાતો હતો.

હેલિકૉપ્ટરથી ૫૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૪,૨૮,૦૦૦ રૂપિયા અને ગુલાબની પાંદડીઓ નીચે વિખેરવામાં આવ્યાં હતાં

અમેરિકાના ડેટ્રોઇટ શહેરમાં રહેતા ડૅરેલ થૉમન નામના ભાઈની ઇચ્છા હતી કે તેના મૃત્યુ પછી તેને ખાસ પ્રકારની વિદાય આપવામાં આવે. ડૅરેલે આખી જિંદગી જેને જે જોઈએ એ છૂટા હાથે આપવાનું કામ કર્યું હતું એટલે તેના વિસ્તારમાં તે દરિયાદિલ માણસ તરીકે ઓળખાતો હતો. એ જ કારણોસર તેણે મરતાં પહેલાં ઇચ્છા જતાવી હતી કે તે જ્યારે છેલ્લી વાર દુનિયામાંથી વિદાય  લેવા માટે ઘરની બહાર નીકળે ત્યારે એ વખતે પણ આસપાસના લોકોને છુટ્ટા હાથે દાન મળે. એમાંય કોઈ ચોક્કસ વ્યક્તિને નહીં પરંતુ આખા સમુદાયના તમામ જરૂરિયાતમંદોને જોઈતું મળી રહે એ માટે તેની ઇચ્છા હતી કે અંતિમ સંસ્કાર વખતે હેલિકૉપ્ટરમાંથી ગુલાબની પાંદડીઓની સાથે ડૉલરની વર્ષા થવી જોઈએ. ડૅરેલના મૃત્યુ બાદ ૨૭ જૂને તેના પરિવારજનોએ આ આખરી ઇચ્છા પૂરી કરી હતી. અંતિમ વિધિ માટે ડૅરેલનું બૉડી નીકળ્યું એ પછી ત્યાં હેલિકૉપ્ટરથી ૫૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૪,૨૮,૦૦૦ રૂપિયા અને ગુલાબની પાંદડીઓ નીચે વિખેરવામાં આવ્યાં હતાં.

united states of america international news news world news viral videos social media offbeat news