30 April, 2026 12:49 PM IST | Walse | Gujarati Mid-day Correspondent
એક ફુટથી વધુ ઊંચકો કૂદકો મારીને સળગતી મીણબત્તી બુઝાવવાની હતી
વેલ્સ દેશમાં રહેતા ટિડિર ફિલિપ્સ નામના ડાન્સરે તેની નૃત્યની ક્ષમતાનો ઉપયોગ કરીને એક અનોખો રેકૉર્ડ બનાવ્યો હતો. જમ્પ મારીને પગની એડીથી તાળી પાડવાની ડાન્સ-મૂવમેન્ટનો ઉપયોગ કરીને ટિડિરભાઈએ મીણબત્તીઓ બુઝાવી હતી. એ મીણબત્તીને સોડાની બાટલી પર ઊભી સળગાવવામાં આવી હતી. એને કારણે લગભગ એક ફુટથી વધુ ઊંચકો કૂદકો મારીને સળગતી મીણબત્તી બુઝાવવાની હતી. આ ભાઈએ એક મિનિટમાં પંચાવન વાર પગની એડીઓથી મીણબત્તી બુઝાવી હતી. આ સ્ટન્ટ દરમ્યાન એક પણ મીણબત્તી સોડાની બાટલી પરથી હલવી ન જોઈએ એ પણ શરત પૂરી કરી હતી.