પોતાના ગામમાં દસમાની પરીક્ષામાં પાસ થનારો પહેલો ટીનેજર છે આ

07 May, 2025 12:00 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના નિઝામપુર ગામમાં આ વર્ષે ઇતિહાસ રચાઈ ગયો. આ વર્ષે ગામમાં પહેલી વાર કોઈ છોકરાએ દસમા ધોરણની પરીક્ષા પાસ કરી છે. આ છોકરો છે ૧૫ વર્ષનો રામસેવક.

રામસેવક

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના નિઝામપુર ગામમાં આ વર્ષે ઇતિહાસ રચાઈ ગયો. આ વર્ષે ગામમાં પહેલી વાર કોઈ છોકરાએ દસમા ધોરણની પરીક્ષા પાસ કરી છે. આ છોકરો છે ૧૫ વર્ષનો રામસેવક.

ગામમાં માત્ર ૩૦ જ ઘર છે અને એ પણ દલિત સમાજનાં. આ ગામમાં શિક્ષણ એ સપનું જ છે. જોકે રામસેવકે આ સપનાને હકીકતમાં બદલી નાખ્યું હતું. રામસેવક દિવસે મજૂરીનું કામ કરતો હતો અને રાતે ભણતો હતો. તેણે દસમાની પરીક્ષા પંચાવન ટકા સાથે પાસ કરી હતી. આ માત્ર આંકડો નથી પરંતુ તેના સંઘર્ષની જીત છે. બારાબંકીના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટને આ છોકરાની ઉપલબ્ધિ વિશે જાણવા મળ્યું તો તેમણે રામસેવકને બોલાવ્યો. એ દિવસે રામસેવકે પહેલી વાર જૂતાં પહેર્યાં હતાં. રામસેવક ત્રણ ભાઈઓમાં સૌથી મોટો છે. તેના આખા પરિવારની જવાબદારી તેના ખભે છે. દિવસમાં બે શિફ્ટમાં મજૂરી કરીને તેણે પરીક્ષા આપવાની ફીના ૨૧૦૦ રૂપિયા પણ પોતાની મહેનતથી કમાયા હતા. નિઝામપુરનો આ દીકરો માત્ર પોતાના ગામ માટે જ નહીં, તેમના આખા દલિત સમાજ માટે મિસાલ બની ગયો છે. 

uttar pradesh 10th result social media viral videos offbeat news