04 August, 2025 03:15 PM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent
અજગરને રસ્સીથી બાંધીને બાઇક પર કેટલાય કિલોમીટર સુધી ઢસડ્યો, વિડિયો જોઈને પ્રાણીપ્રેમીઓ ભડક્યા
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં બે માણસો બાઇક પાછળ રસ્સીથી અજગરને બાંધીને રોડની સાઇડ પરથી ઢસડીને લઈ જતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો કોઈકે કારમાં બેઠાં-બેઠાં અંદરથી વિડિયો લીધો હતો. પ્રાણીઓ પ્રત્યે આવો દુર્વ્યવહાર કરવા બદલ સોશ્યલ મીડિયામાં આ બાઇકરો પ્રત્યે જબરદસ્ત રોષ ભભૂકી ઊઠ્યો હતો. બાઇક ઘણી સ્પીડમાં જઈ રહી હતી અને અજગર રોડની સાઇડમાં આવેલી રેતી પર ઘસડાતો હોવાથી ઘાયલ થઈ ગયો હતો. પ્રાણીપ્રેમીઓએ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન લૉ અંતર્ગત આ બાઇકરો પર કાર્યવાહી કરીને આકરી સજા કરવાની માગણી કરી છે. સ્થાનિકો પણ આ વિડિયો પરથી વન્યજીવ સંરક્ષણ વિભાગ અને સ્થાનિક પોલીસને આ બાઇકરની ઓળખ કરીને તેમને પકડવા માટે દબાણ કરી રહ્યા છે.