ચંપલ ન ચોરાય એ માટે આવો કીમિયો અજમાવી જોજો

10 November, 2024 06:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોઈ મેળાવડો, ધાર્મિક સ્થળ કે જાહેર સ્થળે ગયા હોઈએ ત્યારે ઘણી વાર ચંપલ ચોરાઈ જાય છે કે ગુમ થઈ જાય છે. આમ તો પગરખાં ખોવાઈ જવાનું શુભ માનવામાં આવે છે છતાં લોકોને આવી જગ્યાએ જૂતાં ખોવાઈ કે ચોરાઈ ન જાય એની ચિંતા સતાવતી હોય છે

એક યુવાને ચંપલ ન ચોરાય એ માટે નવો કીમિયો અજમાવ્યો હતો

કોઈ મેળાવડો, ધાર્મિક સ્થળ કે જાહેર સ્થળે ગયા હોઈએ ત્યારે ઘણી વાર ચંપલ ચોરાઈ જાય છે કે ગુમ થઈ જાય છે. આમ તો પગરખાં ખોવાઈ જવાનું શુભ માનવામાં આવે છે છતાં લોકોને આવી જગ્યાએ જૂતાં ખોવાઈ કે ચોરાઈ ન જાય એની ચિંતા સતાવતી હોય છે. જોકે એક યુવાને ચંપલ ન ચોરાય એ માટે નવો કીમિયો અજમાવ્યો હતો. મંદિરમાં જતાં પહેલાં યુવાને બન્ને ચંપલ જુદી-જુદી જગ્યાએ મૂકી દીધાં હતાં. દર્શન કરીને પાછો આવ્યો ત્યારે તેને બન્ને ચંપલ સહીસલામત મળ્યાં હતાં. આ વિડિયો તેણે સોશ્યલ મીડિયામાં મૂક્યો છે અને લોકોને શિખામણ આપી છે કે ‘ચંપલ ક્યારેય એકસાથે ન રાખવાં. ચોરાઈ જવાની ભીતિ રહે છે. એક ચંપલને એક ખૂણામાં અને બીજા ચંપલને બીજા ખૂણામાં મૂકશો તો એ સુરક્ષિત રહેશે.’

social media viral videos social networking site offbeat news