Viral Video: પત્નીને ઘરે પાછી મોકલવા પતિ સાસુના પગમાં પડી વિનંતી કરતો રહ્યો…

18 December, 2025 05:41 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

મહિલાએ તેની દીકરીને આ પુરુષ સાથે પાછી મોકલવાનો ઇનકાર કર્યો હતો. વીડિયોમાં, તે પુરુષ વારંવાર તેની સાસુને ખાતરી આપતો સાંભળી શકાય છે કે આવું વર્તન ફરીથી નહીં થાય અને તેની પત્નીને ઘરે પાછા ફરવાની પરવાનગી આપવાની વિનંતી કરી રહ્યો છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પુરુષ તેની સાસુના પગે પડીને તેની પત્નીને ઘરે પાછી મોકલવા માટે વિનંતી કરી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. આ ઘટના ઉત્તર પ્રદેશના અલીગઢમાં પોલીસ લાઇન્સની બહાર બની હતી અને તેણે વ્યાપક ધ્યાન ખેંચ્યું છે. અહેવાલો અનુસાર, આ પુરુષ પર તેની પત્નીને હેરાન કરવાનો આરોપ છે. તે બુધવારે તેની સાસુ સમક્ષ માફી માગતો જોવા મળ્યો હતો. રસ્તા પરના આ દ્રશ્યએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું અને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં લોકો તેના પર કમેન્ટ પણ કરી રહ્યા છે.

મહિલાએ તેની દીકરીને આ પુરુષ સાથે પાછી મોકલવાનો ઇનકાર કર્યો હતો. વીડિયોમાં, તે પુરુષ વારંવાર તેની સાસુને ખાતરી આપતો સાંભળી શકાય છે કે આવું વર્તન ફરીથી નહીં થાય અને તેની પત્નીને ઘરે પાછા ફરવાની પરવાનગી આપવાની વિનંતી કરી રહ્યો છે. જોકે, સાસુ તેની વિનંતીઓને અસ્વીકાર કરી રહી હતી. આ પુરુષ મથુરા જિલ્લાના રાયા વિસ્તારનો રહેવાસી છે અને તેના લગ્ન નવ વર્ષ પહેલાં ગોંડા વિસ્તારના એક ગામની મહિલા સાથે થયા હતા. આ દંપતીને ત્રણ નાના બાળકો છે. ઘરેલુ વિવાદને કારણે, મહિલા તેના માતાપિતાના ઘરે રહે છે. મહિલાએ અગાઉ તેના પતિ પર શારીરિક હુમલો અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવતા મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

બન્ને પક્ષોને બુધવારે કાઉન્સેલિંગ માટે મહિલા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. પતિએ તેની પત્ની સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું કહેવાય છે અને તેને આગામી તારીખે ફરીથી હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશન છોડ્યા પછી, તે કથિત રીતે પરિસરની બહાર તેની સાસુના પગે પડ્યો હતો, જેના કારણે પોલીસ કર્મચારીઓએ દરમિયાનગીરી કરીને તેને દૂર કરવાની ફરજ પડી હતી. પછીથી તે પુરુષે આરોપ લગાવ્યો કે તેના સાસરિયાઓ તેની પત્નીને ઉશ્કેરી રહ્યા હતા, જેના કારણે વિવાદ થયો. મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે બન્ને પક્ષોને ફરીથી કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવ્યા છે, અને ઉમેર્યું હતું કે સ્ટેશનની બહાર તેમની વાતચીતની વિગતો જાહેર નથી કરી.

"GPS ટ્રેકર લગાવ્યું": 15 વર્ષથી પરિણીત પુરુષે હૉટેલમાં મિત્ર સાથે પત્નીને પકડી

દેશભરમાંથી અનેક વર્ષોથી પરિણીત યુગલો વચ્ચે પણ રોજ ચીટિંગના નવા નવા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. આવી ઘટનાઓને કારણે હવે ઘણા લોકોમાં વિશ્વાસ અને લાંબા ગાળાના સંબંધો વિશે ચિંતા જાગી છે. આવી જ એક ઘટના હવે પંજાબના અમૃતસરમાં બની જેમાં 15 વર્ષથી પરિણીત યુગલના જીવનમાં આ સમસ્યા નિર્માણ થઈ છે. અહેવાલો મુજબ, એક પુરુષે તેની પત્નીને બીજા પુરુષ સાથે હૉટેલની એક રૂમમાંથી પકડી અને ઘણા લોકોને આઘાત લાગ્યો કારણ કે આ પહેલી વાર બન્યું ન હતું. પતિ, રવિ ગુલાટીએ શૅર કર્યું કે 2018 માં, તેની પત્ની પહેલા પણ એક હૉટેલમાં બીજા પુરુષ સાથે મળી આવી હતી. જોકે આ વખતે, પરિસ્થિતિએ ગંભીર વળાંક લીધો. રવિએ કહ્યું કે તેની પત્ની બપોરે ઘરેથી નીકળી અને ફોનનો જવાબ નહોતી આપતી. શંકાને કારણે તેણે તેના સ્કૂટર પર GPS ટ્રેકર લગાવ્યું હતું. જેથી સ્થળ તપાસ્યા પછી, તે સિગ્નલને અનુસરીને એક હૉટેલ પહોંચ્યો, જ્યાં તે મળી આવી.

offbeat news viral videos aligarh social media national news uttar pradesh