મગરના ઘાયલ બચ્ચાને ઘરે લાવીને સારવાર કરાવી, એ બચ્ચું મોટું થઈને સાથે જ ખાય-પીએ અને સૂએ છે

01 May, 2025 02:07 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ઇન્સ્ટાગ્રામ પર ક્યુટ ક્રૉકોડાઇલ મોમેન્ટ્સ નામનું એક અકાઉન્ટ છે. એમાં એક યુગલે તેમને મળેલા મગરના ઘાયલ બચ્ચાને પાળ્યું છે એની રીલ્સ જોવા મળે છે. જ્યારે તેમને મગરનું બચ્ચું મળેલું ત્યારે શ્વાસ પણ નહોતું લઈ શકતું અને લગભગ એક હથેળીની સાઇઝનું હતું.

મગરના ઘાયલ બચ્ચું

ઇન્સ્ટાગ્રામ પર ક્યુટ ક્રૉકોડાઇલ મોમેન્ટ્સ નામનું એક અકાઉન્ટ છે. એમાં એક યુગલે તેમને મળેલા મગરના ઘાયલ બચ્ચાને પાળ્યું છે એની રીલ્સ જોવા મળે છે. જ્યારે તેમને મગરનું બચ્ચું મળેલું ત્યારે શ્વાસ પણ નહોતું લઈ શકતું અને લગભગ એક હથેળીની સાઇઝનું હતું. આ યુગલે એ બચ્ચાની સારવાર કરીને બચાવી લીધું. બચ્ચું સાજું થઈ ગયું અને એ પછી તો લગભગ દોઢ વર્ષ વીતી ગયું છે અને એ મગર જેવો જાયન્ટ આકાર લઈ રહ્યું છે. એ પછી પણ યુગલે એ મગરને પોતાની પાસે જ રાખી લીધો છે. પોતાનું બાળક હોય એમ આ યુગલ મગરને રાખે છે. પથારીમાં સાથે જ સૂએ છે અને બગીચામાં ફરવા જાય ત્યારે ગળે પેટ્સની જેમ પટ્ટો બાંધીને એને સાથે બહાર ફરવા પણ લઈ જાય છે. મગરને ચાર પગે ચાલતાં શીખવવાનું કામ પણ આ યુગલે જ કર્યું હતું. નવાઈની વાત એ છે કે આ મગરની સાઇઝ કરતાં નાનું તેમનું બાળક પણ મગર સાથે ખૂબ જ ફ્રેન્ડ્લી છે. ભાઈ મગરને પકડી રાખે ત્યારે પેલું બાળક મગરને કિસ પણ કરે છે. યુગલનું કહેવું છે કે ક્રૉકોડાઇલને પણ તેઓ પોતાનું જ બાળક સમજે છે. મગર સાથેના તેમના વિડિયોઝ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થાય છે. જોકે હવે એની સાઇઝ વધવા લાગી હોવાથી લોકોને ચિંતા થઈ રહી છે. આખરે તો આ જંગલી પ્રાણી જ છે. યુગલના બાળક સાથે ક્યાંક ન થવા જેવું થઈ જશે એની ચિંતા જતાવતી કમેન્ટ્સના ઢગલા થાય છે, પણ યુગલને કોઈ ખાસ ફરક નથી પડતો.

social media instagram viral videos facebook wildlife offbeat videos offbeat news