નિયત સ્પીડલિમિટ કરતાં ૨૦ કિલોમીટર વધુ સ્પીડમાં સ્પોર્ટ્‍સકાર ચલાવી, થયો ૧.૩૩ કરોડ રૂપિયાનો દંડ

04 April, 2026 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં ટ્રાફિકના નિયમો તોડવાનો દંડ એક-બે હજાર રૂપિયા છે, પરંતુ યુરોપિયન દેશોમાં ટ્રાફિકના નિયમનો ભંગ ક્યારેક એટલો મોંઘો પડી શકે છે કે સંપત્તિ પણ જપ્ત થઈ શકે છે. તાજેતરમાં ફિનલૅન્ડના એક બિઝનેસમૅનને સ્પોર્ટ્સકાર બેકાબૂ સ્પીડમાં ચલાવવાનું ભારે પડ્યું

નિયત સ્પીડલિમિટ કરતાં ૨૦ કિલોમીટર વધુ સ્પીડમાં સ્પોર્ટ્‍સકાર ચલાવી, થયો ૧.૩૩ કરોડ રૂપિયાનો દંડ

ભારતમાં ટ્રાફિકના નિયમો તોડવાનો દંડ એક-બે હજાર રૂપિયા છે, પરંતુ યુરોપિયન દેશોમાં ટ્રાફિકના નિયમનો ભંગ ક્યારેક એટલો મોંઘો પડી શકે છે કે સંપત્તિ પણ જપ્ત થઈ શકે છે. તાજેતરમાં ફિનલૅન્ડના એક બિઝનેસમૅનને સ્પોર્ટ્સકાર બેકાબૂ સ્પીડમાં ચલાવવાનું ભારે પડ્યું હતું. ઍન્ડર્સ વિકૉફ નામના ફિનલૅન્ડના બહુ જાણીતા ઉદ્યોગપતિ સામાન્ય રીતે તેમની અબજોની કમાણી માટે ચર્ચામાં રહેતા હોય છે, પણ આ વખતે તેમને થયેલા ટ્રાફિક-ફાઇનને કારણે ચર્ચામાં આવ્યા છે. ઍન્ડર્સ વિકૉફ ફિનલૅન્ડના એક એવા વિસ્તારમાં સ્પોર્ટ્સકાર લઈને નીકળ્યા હતા જ્યાં કારની સ્પીડ ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધુ ન કરી શકાય. જોકે રસ્તો ખાલી જોઈને બિઝનેસમૅનને ઍક્સેલરેટર દબાવવાનું મન થઈ ગયું અને તેઓ ૮૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી દોડાવી ગયા. ફિનલૅન્ડના નિયમ મુજબ જો કોઈ ડ્રાઇવર નિયત સ્પીડ કરતાં ૨૦ કિલોમીટર વધુ ઝડપથી કાર દોડાવે તો તેને ખૂબ મોટો દંડ થાય છે. એટલું જ નહીં, આ દંડ દરેક વ્યક્તિ માટે સમાન નથી હોતો. વ્યક્તિની કમાણીના હિસાબે દંડ નક્કી થાય છે. આ નિયમને કારણે બિઝનેસમૅનને ૧.૨ લાખ યુરો એટલે કે લગભગ ૧.૩૩ કરોડ રૂપિયાનો દંડ થયો હતો. સામાન્ય રીતે ટ્રાફિક-નિયમનો દંડ થાય તો લોકો આનાકાની કરે, પણ આ ભાઈએ પોતાની ભૂલનો સ્વીકાર કરીને આ દંડનો સ્વીકાર કરી લીધો હતો અને ઊલટાનું કહ્યું હતું કે હું સદ્ભાગી છું કે પ્રશાસને મારું ડ્રા‌ઇવિંગ લાઇસન્સ રદ નથી કર્યું.

finland Crime News offbeat videos offbeat news news