11 August, 2025 09:15 AM IST | New York | Gujarati Mid-day Correspondent
ઉંદર
ભારતીય શહેરોની જેમ અમેરિકાના ન્યુ યૉર્ક શહેરના રસ્તાઓ અને મેટ્રોમાં પણ ઉંદરોનો ત્રાસ ખૂબ વધી રહ્યો છે. ઉંદરોનો ત્રાસ ઘટાડવા માટે એને મારતી દવાઓ અને ગૅસ છોડવામાં આવે છે એ પણ હવે ખાસ અસરકારક નથી રહ્યું ત્યારે સ્થાનિક અધિકારીઓએ ઉંદરોને મારવા માટે નવો અખતરો કાઢ્યો છે. સામાન્ય રીતે જમીનની અંદરના ખોબચાઓમાં ઘૂસીને સંરક્ષણ મેળવતા ઉંદરોને ખાસ ગૅસ દ્વારા મૂર્છિત કરવા ઉપરાંત હવે એમાં ખાસ કૉન્ટ્રાસેપ્ટિવ કેમિકલ્સ પણ મૂકવામાં આવે છે. આના સેવનથી ઉંદરોની વસ્તી આપમેળે ઘટવા લાગી છે.