કોલ્ડપ્લે `કિસ કેમ`નો કિસ્સો સોશિયલ મીડિયામાંય ગાજ્યો, મીમ્સનો ઢગલો...

19 July, 2025 07:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોલ્ડપ્લે કોન્સર્ટના બનેલા કિસ કેમના કિસ્સા પરથી બનેલા અનેક મીમ્સ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે. કેટલાંક મીમ્સ પર નજર કરીએ. 

વિવિધ વાયરલ મીમ્સમાંથી લેવાયેલ સ્ક્રીન-ગ્રૅબ

તાજેતરમાં જ કોલ્ડપ્લેના કોન્સર્ટ દરમિયાન બનેલો કિસ્સો સોશિયલ મીડિયામાં જબ્બર વાયરલ (Coldplay Concert Kiss-Cam) થયો છે. ફ્રન્ટમેન ક્રિસ માર્ટિને એક કપલની કિસ કેપની ક્ષણ કચકડામાં કંડારી હતી ને પછી મોટી સ્ક્રીન પર દર્શાવી હતી. એમાં એસ્ટ્રોનોમરના સીઇઓ એન્ડી બાયરન કંપનીનાં એચઆર પ્રમુખ સાથે સ્પૉટલાઇટમાં ઝડપાયા હતા. બાયરન પરિણીત હોઇ બે બાળકોના પિતા હોવા છતાં જાહેરમાં અન્ય મહિલા સાથે આવા કોઝી દૃશ્યમાં ઝડપાતાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સોશિયલ મીડિયા આ કિસ્સા પરથી બનેલા અનેક મીમ્સથી ઊભરાઇ ગયું છે. આવો, કેટલાંક મીમ્સ પર નજર કરીએ. 

ક્રિસ માર્ટિને તો સ્ટેજ પરથી જ આ દૃશ્યની મજાક કરતાં તેને અફેર ગણાવ્યું હતું.

આ મીમ જુઓ- માફ કરશો.. પણ આ રીતે....!

જેમાં કેપ્શન લખાયું છે કે, કોલ્ડપ્લે કોન્સર્ટમાં આ રીતે ઉઘાડા થવું અને તે વાયરલ થવું ખૂબ રમૂજી છે.. માફ કરશો`

આ મીમ જુઓ- ધારી જુઓ કે આ પેલાં કેમેરામાં ઝડપાયેલાં બહેનના પતિદેવ છે!

Coldplay Concert Kiss-Cam: આ એક ફની મીમ છે. જેમાં એક ભાઈ કમ્પ્યુટર સ્ક્રીનમાં જોઈ રહ્યા છે. તેના ચહેરા પરના હાવભાવ જોવા જેવા છે. કારણ કે કેપ્શનમાં લખાયું છે કે આ ભાઈ છે જે પત્ની ગઈકાલે રાત્રે તેના બૉસ સાથે કોલ્ડપ્લે કોન્સર્ટમાં ગઈ હતી. લૉગિન કરતાં જ.. 

આ મીમ જુઓ- કોલ્ડપ્લે કોન્સર્ટ બનાવની દરેક પોસ્ટ જે રીતે લોકો લાઇક કરી રહ્યાં છે... 

કેપ્શનમાં લખાયું છે કે, કોલ્ડપ્લે કોન્સર્ટના કિસ કિસ્સાની દરેક પોસ્ટ પર લાઇક કરતો હું!

ક્રિપ વૉકિંગ ટુ કોલ્ડપ્લે? આય લવ ઈટ!

આ મીમ જુઓ- કોલ્ડપ્લે કોન્સર્ટમાં આપણા ક્રિસ માર્ટિન, જ્યારે તે પેલા કપલની વચ્ચે પડે છે!


આહ! શું સવાર છે. મારી પત્ની કાલે બોસ જોડે કોલ્ડપ્લે કોન્સર્ટમાં ગઈ હતી. એ હમણાં અંદર સૂઈ રહી છે અને હું સોશિયલ મીડિયા તપાસી રહ્યો છું.

આવી તો અઢળક મીમ્સ સોશિયલ મીડિયા પર ચગી રહી છે. અને લોકો એન્ટરટેઇન થઈ રહ્યાં છે. ઘણા લોકો આ બંનેના `કિસ કેમ` દ્વારા ઝડપાયા બાદ બાયરનની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે તો કોઈ ઝડપાયેલાં એચઆર પ્રમુખના પતિદેવની શું હાલત થઈ રહી હશે તે અનુભવીને હસી રહ્યા છે.

જો તમે બીમાર હોવ અથવા તમારા પાર્ટનરને દગો આપવાના હોવ તો આ રીતે જજો કોન્સર્ટમાં.. 

ઘરે બેઠેલી પત્ની જ્યારે આ દૃશ્ય જુએ ત્યારે.. 

શું હતો એ કિસ્સો?

કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિને પોતાના પરફોર્મન્સ વખતે કેમેરામાં એક કપલને ઝડપી લઈ તેઓને મોટી સ્ક્રીન પર દર્શાવ્યાં (Coldplay Concert Kiss-Cam) હતાં. મોટી સ્ક્રીન પર આ કપલ જોવા મળતાં જ લોકોની નજર ત્યાં જ ચોંટી રહી કારણકે આ બંને એકબીજા સાથે કોઝી થઈને પરફોર્મન્સ એન્જોય કરી રહ્યાં હતાં. જ્યારે તેઓને ભાન થયું કે કેમેરા આપણને સ્પૉટ કરી રહ્યો છે ત્યારે બંનેએ પોતાના ચહેરા છુપાવવાનો પ્રયાસ કર્યો. જોકે, તરત તો બધાને સમજાયું કે નહીં કે શું થયું પણ પછી માલૂમ થયું કે આ જે કપલ ઝડપાયું હતું તે એસ્ટ્રોનોમર કંપનીના સીઇઓ એન્ડી બાયરન હતા અને તેમની સાથે એચઆર પ્રમુખ ક્રિસ્ટીન કેબોટ હતાં.

કોણ છે એન્ડી બાયરન?

Coldplay Concert Kiss-Cam: એન્ડી બાયરન એસ્ટ્રોનોમરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ)ના પડ પર છે. આ ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે. બાયરન જુલાઈ ૨૦૨૩થી આ કંપની સંભાળી રહ્યા છે. બાયરને બેનક્રોફ્ટ સ્કૂલના એસોસિયેટ ડિરેક્ટર મેગન કેરિગન બાયરન સાથે લગ્ન કર્યાં છે. તેમનાં બે સંતાનો સાથે આ કપલ ન્યુયોર્કમાં રહે છે.

offbeat news offbeat videos viral videos social media social networking site coldplay international news