પોષણનો ભંડાર સાબિત થયેલું કૉક્રૉચ મિલ્ક તમે પીશો?

15 February, 2025 06:30 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અત્યારે વિજ્ઞાનની દુનિયામાં એક નવા સુપરફૂડ તરીકે કૉક્રૉચ મિલ્કની ચર્ચા છે. આ કૉક્રૉચ મિલ્ક ગાય કે ભેંસના દૂધથી ત્રણગણું વધુ પૌષ્ટિક અને પોષણથી ભરપૂર હોવાનું કહેવાય છે.

કૉક્રૉચ મિલ્ક

અત્યારે વિજ્ઞાનની દુનિયામાં એક નવા સુપરફૂડ તરીકે કૉક્રૉચ મિલ્કની ચર્ચા છે. આ કૉક્રૉચ મિલ્ક ગાય કે ભેંસના દૂધથી ત્રણગણું વધુ પૌષ્ટિક અને પોષણથી ભરપૂર હોવાનું કહેવાય છે. કૉક્રૉચ મિલ્કમાં  પ્રોટીન, કૅલ્શિયમ, આયર્ન, અમીનો ઍસિડ, લિપિડ, ઝિન્ક જેવાં પોષક તત્ત્વો છે અને એ લેક્ટોઝ-ફ્રી છે. કૉક્રૉચ દૂધ પીવાથી અનેક ફાયદા થાય છે. એ શરીરના કોષોની વૃદ્ધિ કરે છે, એનર્જી આપે છે. પૅસિફિક બીટલ કૉક્રૉચ નામે ઓળખાતી વાંદાની પ્રજાતિ ઈંડાં નથી મૂકતી, પણ બચ્ચાંને જન્મ આપે છે અને એને દૂધ પીવડાવે છે. એ દૂધના પોષણથી બચ્ચાં એકદમ સ્વસ્થ અને જુવાન રહે છે. કૉક્રૉચ મિલ્ક ફાયદાકારક છે, પણ એ મેળવવાની પ્રક્રિયા ઘણી ક્રૂર અને જટિલ છે. માદા કૉક્રૉચ બચ્ચાને જન્મ આપે છે અને પોષણ માટે પોતાના પેટમાં રહેલી કોથળીમાંથી એક આછો પીળો તરલ પદાર્થ ખવડાવે છે એ હોય છે કૉક્રૉચ મિલ્ક. વૈજ્ઞાનિકો દ્વારા માતાના પેટને વચ્ચેથી કાપીને એમાંની કોથળીમાંથી આ દૂધ બહાર કાઢવામાં આવે છે. ૧૦૦૦ માદા કૉક્રૉચના પેટમાંથી ૧૦૦ ગ્રામ દૂધ મળે છે. અમેરિકા અને આફ્રિકામાં કૉક્રૉચના દૂધનો આઇસક્રીમ વેચાય છે જેની ડિમાન્ડ વધી રહી છે.

social media health tips international news news world news offbeat news