ચીનમાં વેચાય છે વાઘનો પેશાબ, પા લીટરની બૉટલના ૫૯૬ રૂપિયા

29 January, 2025 01:15 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

દક્ષિણ પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાં આવેલા એક ઝૂમાં સાઇબેરિયન ટાઇગરના યુરિનની પા લીટરની બૉટલ ૫૦ યુઆન એટલે કે ૫૯૬ રૂપિયામાં વેચાઈ રહી છે

ચીનમાં વેચાય છે વાઘનો પેશાબ, પા લીટરની બૉટલના ૫૯૬ રૂપિયા

દક્ષિણ પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાં આવેલા એક ઝૂમાં સાઇબેરિયન ટાઇગરના યુરિનની પા લીટરની બૉટલ ૫૦ યુઆન એટલે કે ૫૯૬ રૂપિયામાં વેચાઈ રહી છે. વાઘના આ પેશાબમાં ઔષધીય ગુણો છે એવો દાવો કરવામાં આવે છે. આ વાઘના યુરિનથી રૂમૅટૉઇડ આર્થ્રાઇટિસ અને મસલ્સ પેઇન મટાડી શકાય છે એવો દાવો કરવામાં આવે છે. ઝૂ દ્વારા યુરિન કઈ રીતે ઉપયોગમાં લેવું એની ગાઇડલાઇન્સ પણ આપવામાં આવી છે. વાઘના યુરિનને વાઇટ વાઇન અને આદુંના ટુકડા સાથે મિક્સ કરીને જ્યાં દુખાવો થતો હોય એ ભાગ પર લગાડવું એવી સલાહ અપાય છે. ઝૂ એમ પણ જણાવે છે કે વાઘનું યુરિન પી પણ શકાય છે, પણ કોઈ ઍલર્જી હોય તો ન પીવું. ઝૂના કર્મચારીએ જણાવ્યા મુજબ વાઘનું યુરિન બેસિનમાંથી ભેગું કરવામાં આવે છે, પણ એ ડિસઇન્ફેક્ટ કરવામાં આવે છે એનું કોઈ પ્રમાણ નથી. ઝૂના દાવા પ્રમાણે એની પાસે વાઘનું યુરિન વેચવાનું લાઇસન્સ છે. 

ચીનમાં ઝૂ દ્વારા કરવામાં આવતા દાવા અને યુરિનના વેચાણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મેડિકલ પ્રોફેશનલ અને ફાર્મસિસ્ટ એનો વિરોધ કરી રહ્યા છે અને ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિનમાં પણ વાઘના યુરિનના ફાયદા વિશે કોઈ પ્રમાણ નથી.

china wildlife international news news world news offbeat news