વૃક્ષોને આલિંગન આપો અને હળવાશ અનુભવો, ચીનની મહિલાએ કર્યો દાવો

28 June, 2023 12:11 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

તેણે દાવો કર્યો કે ઝાડને ગળે લગાડતાં કામ સંબંધી તણાવ જાદુઈ રીતે અદૃશ્ય થાય છે.

શાંઘાઈની એક મહિલા કિશિશિકી વૃક્ષને બાથ ભીડીને ઊભી રહી છે,

ઉત્તરાખંડમાં વૃક્ષોને કપાતાં બચાવવા માટે મહિલાઓ એની ફરતે ગોળાકારમાં ઊભી રહેતી હતી, જેને ચિપકો આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. શાંઘાઈની એક મહિલા કિશિશિકી પણ વૃક્ષને બાથ ભીડીને ઊભી રહી છે, પરંતુ તે આ વૃક્ષને ભેટવાના ઘણા શારીરિક અને માનસિક ફાયદા ગણાવવાને કારણે જાણીતી થઈ છે. આ વર્ષે એપ્રિલમાં કિશિશિકીએ પહેલી વખત ઝાડને ગળે વળગાડ્યું હતું ત્યારે તે થોડી નિરાશ હતી, પરંતુ વૃક્ષને ગળે લગાડતાં તેણે હકારાત્મક અસર અનુભવી હતી. તેણે દાવો કર્યો કે ઝાડને ગળે લગાડતાં કામ સંબંધી તણાવ જાદુઈ રીતે અદૃશ્ય થાય છે. તેનું માનવું છે કે માણસોને હગ કરવામાં એ અસર થતી નથી.

china offbeat news international news