છોકરીઓને આકર્ષવા માટે આ યુવક પોતાની પાસે કેટલી સંપત્તિ છે એનું લેબલ ગળે વળગાડીને ફરે છે

14 June, 2025 03:28 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

લિન નામના ચાઇનીઝ યુવકનો વિડિયો આજકાલ વાઇરલ થયો છે. ગુઆન્ગઝોઉ શહેરમાં બોટ-રેસિંગ ઇવેન્ટ દરમ્યાન લિનભાઈ પોતાના ગળામાં એક પોસ્ટર વળગાડીને ફરે છે.

લિન નામનો ચાઇનીઝ યુવક

લિન નામના ચાઇનીઝ યુવકનો વિડિયો આજકાલ વાઇરલ થયો છે. ગુઆન્ગઝોઉ શહેરમાં બોટ-રેસિંગ ઇવેન્ટ દરમ્યાન લિનભાઈ પોતાના ગળામાં એક પોસ્ટર વળગાડીને ફરે છે. એમાં લખેલું છે ‘અનમૅરિડ. બે બિલ્ડિંગનો માલિક.’ એટલું જ નહીં, એની સાથે એક QR કોડ પણ મૂકેલો છે જે સ્કૅન કરતાં તેનું સોશ્યલ મીડિયા અકાઉન્ટ ખૂલે છે. ૩૫ વર્ષનો લિન ડ્રૅગન બોટ ફેસ્ટિવલ દરમ્યાન આ લેબલ લઈને ફર્યો હતો અને એ જોઈને તેને લગભગ ૧૦૦૦ છોકરીઓએ અપ્રોચ કર્યો હતો. ભાઈનું કહેવું છે કે મને ઘણા લોકોએ કૉન્ટૅક્ટ કર્યો છે, પણ હું એમ જ કોઈની સાથે ચૅટિંગ કરવા નથી માગતો. પોતાની સંપત્તિ કેટલી છે એ બતાવીને તે યુવતીઓને આકર્ષવા માગે છે, પરંતુ કોઈ તેની સંપત્તિ જોઈને નહીં ફૅમિલી વૅલ્યુઝ સાથે ડેટ કરે એવું ઇચ્છે છે. લિનના આ ડબલ સ્ટાન્ડર્ડ માટે ભાઈને સોશ્યલ મીડિયા પર જબરા ટ્રોલ કરવામાં આવ્યા છે.     

china social media viral videos offbeat videos offbeat news beijing