08 August, 2025 08:57 AM IST | China | Gujarati Mid-day Correspondent
સેન શિઓલિન
તાજેતરમાં જપાનમાં યોજાયેલી વર્લ્ડ જમ્પ-રોપ ચૅમ્પિયનશિપમાં એક ચાઇનીઝ જમ્પરોપર એટલે કે દોરડાકૂદના ખેલાડીએ અવિશ્વસનીય ત્વરા સાથે દોરડા કૂદીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ નોંધાવ્યો હતો. ચાઇનીઝ સેન શિઓલિને જસ્ટ ૩૦ જ સેકન્ડમાં ૨૩૮ વાર દોરડા કૂદવાનો વિક્રમ સ્થાપ્યો હતો. આ પહેલાંનો રેકૉર્ડ પણ તેનો જ હતો. આ પહેલાં તેણે ૩૦ સેકન્ડમાં ૨૨૮ વાર દોરડા કૂદ્યા હતા. તેની ત્વરાને એક સેકન્ડમાં પામીએ તો તે લગભગ ૭.૯ વાર દોરડા કૂદી લે છે.