ચીનની કંપની AI સંચાલિત સેક્સ ડૉલ તૈયાર કરશે, ઑગસ્ટમાં આવશે પ્રોટોટાઇપ

23 June, 2024 10:27 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

નિષ્ણાતોનું માનવું છે કે AI સંચાલિત સેક્સ ડૉલની માગણીમાં ભવિષ્યમાં ઉછાળો આવશે.

AI સંચાલિત સેક્સ ડૉલ

ચીનમાં શેન્ઝેન સ્થિત સ્ટારપેરી ટેક્નૉલૉજી કંપની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત સેક્સ ડૉલ તૈયાર કરી રહી છે જેનું પ્રોટોટાઇપ ઑગસ્ટમાં લૉન્ચ થવાની ધારણા છે. આ કંપની જે સેક્સ ડૉલ તૈયાર કરશે એ મૌખિક અને શારીરિક રીતે વાતચીત કરવામાં સક્ષમ હશે અને એની પાસે વિવિધ ભાષાઓનું જ્ઞાન પણ હશે. આ કંપની આગલી પેઢીને ધ્યાનમાં રાખીને સેક્સ ડૉલ તૈયાર કરશે. હાલમાં જે સેક્સ-ડૉલ માર્કેટમાં ઉપલબ્ધ છે એમાં સીમિત કાર્યક્ષમતા છે પણ આ નવી AI સંચાલિત સેક્સ ડૉલ્સ વધુ આકર્ષક અનુભવ આપવાનું લક્ષ્ય રાખે છે. એમાં એવાં સેન્સર હશે જે સામાન્ય વાતચીતથી લઈને ભાવનાત્મક બાબતો પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. આ સેક્સ ડૉલ હાવભાવ અને સંવાદ બેઉમાં પ્રતિક્રિયા આપે એવી રીતે ડિઝાઇન કરવામાં આવી રહી છે. જોકે એ માટે ઘણા પડકાર છે, કારણ કે સામાન્ય વાતચીત સરળ હોય છે, પણ તેને ઇન્ટરઍક્ટિવ બનાવવા માટે ખાસ સૉફ્ટવેર કંપનીઓ દ્વારા જટિલ મૉડલ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. AI સંચાલિત સેક્સ ડૉલની સફળતા સંભવિત રૂપે ન માત્ર સેક્સ ડૉલના બજારને બદલશે પણ આપણે ડિજિટલ યુગ તરફ આગળ વધી રહ્યા છીએ એથી પાર્ટનરની આપણી સામાન્ય સમજણને પણ એ બદલી શકે એમ છે. આ સેક્સ ડૉલ પુરુષ અને સ્ત્રી એમ બેઉ રૂપમાં ઉપલબ્ધ હશે. ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું માનવું છે કે AI સંચાલિત સેક્સ ડૉલની માગણીમાં ભવિષ્યમાં ઉછાળો આવશે. જોકે આ પ્રાથમિક અંદાજ છે. આવી ટેક્નૉલૉજી તૈયાર કરવામાં સાવધાની રાખવી જરૂરી છે.

offbeat news china life masala ai artificial intelligence