સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટરની ખુરસી પર ઊંઘતી ઝડપાઈ બિલાડી

23 December, 2023 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બિલાડી આરામથી ઇન્સ્પેક્ટર કુડાળકરની ખુરસી પર આરામ કરતી દેખાઈ રહી છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

મુંબઈ પોલીસે હાલમાં સોશ્યલ મીડિયા પર પોલીસ-સ્ટેશનમાં એક બિલાડીનો વિડિયો શૅર કર્યો છે. આ વિડિયો સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુધીર એસ. કુડાળકર દ્વારા શૅર કરવામાં આવ્યો છે, જેમાં લોલા નામની એક કાળી-સફેદ બિલાડી જોવા મળી રહી છે. આ બિલાડી આરામથી ઇન્સ્પેક્ટર કુડાળકરની ખુરસી પર આરામ કરતી દેખાઈ રહી છે. જ્યારે ઇન્સ્પેક્ટર ત્યાં આવવાનો પ્રયાસ કરે છે ત્યારે આ લોલા બિલાડી ખુરસી પરથી હટવાનો ઇનકાર કરે છે. આ બિલાડી ત્યાં બેઠાં-બેઠાં આરામ કરવાનું પસંદ કરે છે. આ વિડિયો શૅર કરવાની સાથે-સાથે એવું પણ લખવામાં આવ્યું છે, ‘પર્ફેક્ટ ફ્રેન્ડશિપ...’  અનેકે કોમેન્ટ્સ કરી હતી કે હવે પ્રાણીઓને પણ ખુરસી ગમવા લાગી છે. 

mumbai police social media viral videos mumbai mumbai news offbeat news