midday

૨૦૩૦ સુધીમાં વર્ક ફ્રૉમ હોમ કરનારા લોકોની સંખ્યા ૯.૨ કરોડ થશે

11 May, 2024 01:51 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના વાઇટ પેપર અનુસાર ૨૦૩૦ સુધીમાં ૯.૨ કરોડ લોકો ૧૦૦ ટકા રિમોટલી જૉબ કરશે
વર્ક ફ્રોમ હૉમની પ્રતીકાત્મક તસવીર

વર્ક ફ્રોમ હૉમની પ્રતીકાત્મક તસવીર

કોવિડ-19 પછી વર્ક ફ્રૉમ હોમનું ચલણ વધ્યું હતું અને હવે કેટલીક કંપનીઓ તેમના કર્મચારીઓને ઑફિસ બોલાવી રહી છે. જોકે વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના વાઇટ પેપર અનુસાર ૨૦૩૦ સુધીમાં ૯.૨ કરોડ લોકો ૧૦૦ ટકા રિમોટલી જૉબ કરશે. હાલ વર્ક ફ્રૉમ હોમ કરનારાની સંખ્યા ૭.૩ કરોડ છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ, વિડિયો-કૉન્ફરન્સિંગ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો વ્યાપ વધવાથી રિમોટ વર્ક કરવું સરળ બન્યું છે. રિપોર્ટ અનુસાર અકાઉન્ટિંગ, લીગલ, ફાઇનૅન્સ, IT સર્વિસ, હેલ્થકૅર, માર્કેટિંગ, કમ્યુનિકેશન, સાઇબર સિક્યૉરિટી જેવાં ક્ષેત્રોમાં રિમોટ વર્કનો સ્કોપ વધ્યો છે. વાઇટ પેપરમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે રિમોટ વર્કની સુવિધા આપતી કંપનીઓએ પૈસા બચાવવાને બદલે ટૅલન્ટને તક આપવા પર ધ્યાન આપવું જોઈએ.

Whatsapp-channel
offbeat news international news covid19