04 May, 2025 06:46 AM IST | Rishikesh | Gujarati Mid-day Correspondent
CCTV કૅમેરામાં કેદ ઘટના
ઉત્તરાખંડના હૃષીકેશમાં CCTV કૅમેરામાં એક ઘટના કેદ થઈ છે જે જોઈને દંગ રહી જવાય એવું છે. એક સાંઢ ગલીમાં ચાલતાં-ચાલતાં રોડના કિનારે પાર્ક કરેલી સ્કૂટી પર ચડી જાય છે. આગળના બન્ને પગ તે સ્કૂટી પર એવી રીતે ચડાવે છે જાણે સ્કૂટી પર સાંઢ બેસી ગયેલો લાગે. એના વજનથી સ્કૂટી આગળ-આગળ ચાલવા લાગે છે. ખાસ્સી સ્પીડમાં સ્કૂટી આગળ દોડે છે અને આખરે એક ખૂણામાં થાંભલા પાસે અથડાતાં અટકી જાય છે.