06 June, 2026 11:21 AM IST | Britain | Gujarati Mid-day Correspondent
પોપટ
બ્રિટનમાં એક પાળેલો પોપટ ૪ વર્ષ સુધી ગાયબ રહ્યો હતો. એ પછી અચાનક જ એ માલિક પાસે પાછો આવ્યો. ખાસ્સા સમય પછી પોપટ પાછો આવશે કે નહીં એની આશા પણ પરિવારજનોએ છોડી દીધી હતી. જોકે પોપટ આપમેળે જ ઊડીને ઘરે આવી ગયો. ઘરે આવ્યા પછી એની બોલી સાવ જ બદલાઈ ચૂકી હતી એ પરિવારજનોએ નોટિસ કર્યું. પહેલાં એ અંગ્રેજી ભાષા સાંભળતો અને દોહરાવતો હતો. હવે એ સ્પૅનિશ શબ્દો અને વાક્ય બોલવા લાગ્યો હતો. એવી સંભાવના છે કે આ ૪ વર્ષ દરમ્યાન એ એવા લોકોની વચ્ચે રહ્યો હશે જેઓ સ્પૅનિશ બોલતા હશે. એની આસપાસ અંગ્રેજી વાતો કરનારા ઓછા લોકો હશે એટલે એણે નાછૂટકે નવી ભાષામાં કમ્યુનિકેટ કરતાં શીખી લીધું હશે. જોકે પરિવારજનોને હજીયે પોતાનો પાળેલો પોપટ ૪ વર્ષ સુધી ક્યાં રહ્યો હતો એની ખબર નથી પડી.