વરમાળા વખતે અકલ્પનીય રીતે પાછળ વળેલી દુલ્હનને જોઈને નેટિઝન્સ સ્તબ્ધ

31 December, 2022 08:37 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇન્સ્ટાગ્રામ પર પ્રાચી તોમર નામની એક યુઝરે લગ્નમાં યોજાઈ રહેલી વરમાળા સેરેમનીનો વિડિયો અપલોડ કર્યો છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

પરંપરાગત ભારતીય લગ્નમાં પ્રત્યેક રિવાજ સાથે મસ્તી-મજાક અને આનંદની અનુભૂતિ છુપાયેલી હોય છે. સ્વાદિષ્ટ ભોજનથી માંડીને નૃત્ય કે અન્ય કોઈ પણ વિધિ હોય આનંદ અને ઉલ્લાસ ભરપૂર હોય છે.

ઇન્સ્ટાગ્રામ પર પ્રાચી તોમર નામની એક યુઝરે લગ્નમાં યોજાઈ રહેલી વરમાળા સેરેમનીનો વિડિયો અપલોડ કર્યો છે. વિડિયોની શરૂઆતમાં જોવા મળે છે કે વરરાજાને દુલ્હન વરમાળા પહેરાવે છે, પરંતુ જ્યારે દુલ્હનનો વારો આવે છે ત્યારે દુલ્હન કોઈ પણ પ્રકારના સપોર્ટ વિના ભારે લહેંગામાં પણ જે રીતે પાછળની તરફ વળે છે એ જોઈને નેટિઝન્સ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. જોકે વરરાજા દુલ્હનના ગળામાં વરમાળા પહેરાવવામાં સફળ થાય છે. વિડિયોની કૅપ્શનમાં લખ્યું છે, ‘જ્યારે દુલ્હન ગંભીરતાથી યોગ કરતી હોય ત્યારે જ આમ કરી શકે.’ આ વિડિયોને અત્યાર સુધી ૧૭ લાખ વ્યુઝ મળ્યા છે. 

offbeat news national news viral videos